(Source: ECI/ABP News/ABP Majha)
PIB Fact Check: શું વોટ્સએપ દ્વારા અગ્નિપથ સ્કીમનું થઈ રહ્યું છે રજિસ્ટ્રેશન ? જાણો વાયરલ મેસેજની હકીકત
PIB Fact Check about Agnipath Scheme: સરકારે હાલમાં જ સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવી છે. આ યોજનાને લઈને ભારે હોબાળો પણ થયો છે. આ યોજના વિશે સતત કેટલાક નવા અપડેટ્સ આવતા રહે છે.
PIB Fact Check about Agnipath Scheme: સરકારે હાલમાં જ સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવી છે. આ યોજનાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે હોબાળો પણ થયો છે. આ યોજના વિશે સતત કેટલાક નવા અપડેટ્સ આવતા રહે છે. આમાંના કેટલાક અપડેટ્સ સાચા રહે છે અને કેટલાક ફેક મેસેજીસ પણ છે. હાલમાં જ અગ્નિપથ યોજના અંગેનો એક મેસેજ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અગ્નિપથ સ્કીમ રજીસ્ટ્રેશન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં અમે તમને આ વાયરલ મેસેજનું સત્ય જણાવીએ છીએ.
પીઆઈબીએ ટ્વિટ કરીને માહિતી આપી
પીઆઈબીએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી છે. આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અગ્નિપથ યોજનાનું રજિસ્ટ્રેશન વોટ્સએપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. આ યોજનામાં નોંધણી કરવા માટે, તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
Claim: Agnipath scheme registrations are being done through Whatsapp.#PIBFactCheck
▶️ This Claim is #Fake.
▶️ Registration for all three services is only being done through their official sites.
🔗https://t.co/Vn0eC09FmO
🔗https://t.co/TbpIuef35y
🔗https://t.co/YdjwXFXFtK pic.twitter.com/FH6YBkCGkB — PIB Fact Check (@PIBFactCheck) July 19, 2022
નકલી સંદેશાઓથી સાવધ રહો
ભારત સરકારે લોકોને આવા ફેક મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે. ઘણી વખત સાયબર ગુનેગારો આ મેસેજ દ્વારા લોકોની અંગત વિગતો અને બેંકિંગ વિગતોની ચોરી કરે છે. આ પછી, આ માહિતી દ્વારા, તેઓ તમારા બેંક ખાતા ખાલી કરે છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.