PIB Fact Check: કપિલ સિબ્બલે કહ્યું- સોશિયલ મીડિયા પર માનહાનિકારક નિવેદનો બદલ ચાલશે કે, જાણો PIB ફેક્ટે શું કરી સ્પષ્ટતા
પૂર્વ કેન્દ્રીય આઈટી મંત્રી કપિલ સિબ્બલે દાવો કર્યો કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમમાં બદલાવ બાદ બદનક્ષીભર્યા નિવેદનો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને PIBએ ભ્રામક ગણાવ્યું છે.
IT Rules Amendment: કેન્દ્ર સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો 2021માં કેટલાક ફેરફારો કર્યા છે. સુધારેલા નિયમો અનુસાર, હવે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ભારતના સાર્વભૌમત્વના નિયમોનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર સામગ્રી અને અન્ય મુદ્દાઓ અંગે નોંધાયેલી ફરિયાદોના નિકાલ માટે એક અપીલ પેનલની રચના કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
કપિલ સિબ્બલે કહ્યું કે "પહેલા તેઓએ ટીવી નેટવર્ક્સ પર કબજો કર્યો અને હવે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કબજો કરવા જઈ રહ્યા છે. અમે એક આચાર સંહિતા, એક રાજકીય પક્ષ, એક શાસન પ્રણાલી તરફ આગળ વધી રહ્યા છીએ અને કોઈને પણ જવાબદાર નથી."
લોકો સામે કાર્યવાહી થશેઃ કપિલ સિબ્બલ
કપિલ સિબ્બલે કેન્દ્ર સરકારના આ નિર્ણયને સરકાર માટે સુરક્ષિત અને અન્ય લોકો માટે અસુરક્ષિત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ સરકારની હંમેશાથી આ નીતિ રહી છે, સામાન્ય નાગરિકો માટે સોશિયલ મીડિયા એકમાત્ર પ્લેટફોર્મ બચ્યું હતું, પરંતુ હવે બદનક્ષીભર્યા નિવેદનો કરવા બદલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Safe for the govt & unsafe for others, that's what the policy of this govt always has been... the only platform left for ordinary citizens was social media; when statements defamatory are made... people will be prosecuted: Former Union IT Minister Kapil Sibal, on amended IT rules pic.twitter.com/tshOCXvmv8
— ANI (@ANI) October 29, 2022
સોશિયલ મીડિયા કંપનીઓને જવાબદાર ગણવામાં આવશે
કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે IT નિયમોમાં સુધારાથી સોશિયલ મીડિયા કંપનીઓને વધુ સાવચેત રહેવાની જરૂર પડશે, જેથી તેમના પ્લેટફોર્મ પર કોઈ ગેરકાયદે સામગ્રી અથવા ખોટી માહિતી પોસ્ટ ન થાય. આ સાથે, ત્રણ સભ્યોની ફરિયાદ અપીલ સમિતિની રચના કરવાના મુદ્દે, તેમણે કહ્યું કે આની જરૂર હતી કારણ કે સરકાર નાગરિકોના લાખો સંદેશાઓથી વાકેફ છે, જેની ફરિયાદોનો સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા જવાબ આપવામાં આવતો નથી
PIBએ કપિલ સિબ્બલના નિવેદનને ભ્રામક ગણાવ્યું
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પૂર્વ કેન્દ્રીય આઈટી મંત્રી કપિલ સિબ્બલે દાવો કર્યો કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમમાં બદલાવ બાદ બદનક્ષીભર્યા નિવેદનો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને PIBએ ભ્રામક ગણાવ્યું છે.
PIB fact-checks former Union IT Minister Kapil Sibal’s statement in an interview to ANI. pic.twitter.com/OpNNxKSP8N
— ANI (@ANI) October 29, 2022