PM Modi Europe Visit: બર્લિનમાં પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, જર્મનીના ચાન્સેલર સાથે કરી મુલાકાત, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ માટે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ માટે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ પછી તેઓ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા. સ્કોલ્ઝ ચાન્સેલર બન્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત છે.
Prime Minister Narendra Modi accorded the Guard of Honour at the forecourt of the Federal Chancellery in Berlin, Germany. pic.twitter.com/XZDZwPz1CX
— ANI (@ANI) May 2, 2022
આ પછી, પીએમ મોદી 6ઠ્ઠી ભારત-જર્મની આંતરસરકારી પરામર્શ IGCની સહ-અધ્યક્ષતા કરશે. આ એક વિશિષ્ટ કાર્યક્રમ છે જે ભારત માત્ર જર્મની સાથે કરે છે. IGCની શરૂઆત 2011માં કરવામાં આવી હતી. તે એક વિશિષ્ટ દ્વિવાર્ષિક મિકેનિઝમ છે જે બંને દેશોની સરકારોને વ્યાપક દ્વિપક્ષીય મુદ્દાઓ પર સંકલન કરવાની મંજૂરી આપે છે. આ કાર્યક્રમમાં બંને દેશોના ઘણા મંત્રીઓ પણ ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ આ બેઠકમાં ભાગ લેશે.
#WATCH | Germany: Prime Minister Narendra Modi greets the Indian diaspora, as he departs for Federal Chancellery in Berlin.
— ANI (@ANI) May 2, 2022
(Source: DD) pic.twitter.com/Qx2vLDAxZ4
તેમના પ્રસ્થાન પહેલાં, પ્રધાનમંત્રી મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, બર્લિનની તેમની મુલાકાત ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વાટાઘાટોની તક પૂરી પાડશે, જેમને તેઓ ગયા વર્ષે G20 ખાતે મળ્યા હતા, જ્યારે તેઓ વાઇસ ચાન્સેલર અને નાણાં પ્રધાન હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ 2021માં ભારત અને જર્મનીએ રાજદ્વારી સંબંધોના 70 વર્ષની ઉજવણી કરી હતી અને 2000થી બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારો છે. પીએમ મોદીનો આજે ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને સંબોધવાનો પણ કાર્યક્રમ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના ભવિષ્ય માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે. નોંધપાત્ર રીતે, બર્લિન પછી, વડા પ્રધાન 3 મેના રોજ ડેનમાર્કની મુલાકાત લેશે, જ્યાં તેઓ તેમના સમકક્ષ મેટ્ટે ફ્રેડરિકસેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાં તેઓ 2જી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. તેમની મુલાકાતના છેલ્લા તબક્કામાં, વડાપ્રધાન મોદી ફ્રાન્સમાં સંક્ષિપ્ત રોકાણ કરશે, જ્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળશે.