શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પની સાથે દ્વીપક્ષીય વાતચીત બાદ બોલ્યા મોદી- ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા-સુરક્ષાનો મુદ્દો મુખ્ય
ટ્રમ્પના ભારત પ્રવાસમાં તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ સામેલ થઇ છે
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે દિલ્હી ખાતે છે, ગઇકાલે ગુજરાતના અમદાવાદમાં ધમાકેદાર સ્વાગત બાદ હવે આજે હૈદરાબાદ હાઉસમાં બન્ને દેશોના નેતાઓ મીટિંગ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે દ્વીપક્ષીય વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું કે, ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત છે. છેલ્લા 8 મહિનામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મારી પાંચમી મુલાકાત છે. ટ્રમ્પનુ ઐતિહાસિક સ્વાગત યાદ રાખવામાં આવશે.
મોદીએ કહ્યું કે, મે અને ટ્રમ્પે દરેક મુદ્દા પર વાતચીત કરી છે. ભારત અને અમેરિકાના સંબંધ 21મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ ભાગીદારી છે. ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા અને સુરક્ષાનો મુદ્દો મુખ્ય છે. બન્ને નેતાઓએ દિલ્હીના હૈદારબાદ હાઉસમાં વડાપ્રધાન બેઠકમાં વાતચીત કરી હતી.
વળી, બીજીબાજુ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી સ્કૂલમાં મુલાકાત લેવા પહોંચી હતી.
આજે ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસનો બીજો દિવસ છે. બીજા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પનુ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયુ હતુ, તેમને અહીં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ હતુ. બાદમાં ટ્રમ્પે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
ટ્રમ્પના ભારત પ્રવાસમાં તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ સામેલ થઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement