![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (11 મે) કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના 'પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે'ના નિવેદન પર નિશાન સાધ્યું છે.
![PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન PM modi attack congress mani shankar aiyer pakistan atom bomb statement in odisha 2024 lok sabha eelection PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/10/09c36b3206d75c988a26567633916be71715347798642234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (11 મે) કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના 'પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે'ના નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાની કોશિશ કરે છે, તઓ કહે છે સંભાળીને રહોપાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાનની હાલત આજે એવી છે કે હવે તેને બોમ્બ વેચવાની નોબત આવી ગઈ છે, પરંતુ તેના માટે પણ કોઈ ખરીદનાર નથી મળી રહ્યા.
મણિશંકર અય્યરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. આપણી પાસે પણ બોમ્બ છે, પરંતુ જો કોઈ લાહોર પર બોમ્બ ફેંકે તો રેડિયેશન અમૃતસરમાં પણ 8 સેકન્ડમાં પહોંચી શકે છે. તેમણે આગળ પાકિસ્તાન સાથે સન્માનની સાથે વાત કરવાનું કહ્યું. તેમણે કહ્યું કે જો આપણે પાકિસ્તાનનું સન્માન કરીએ તો તે શાંતિથી રહેશે. જો આપણે તેમને નકારીએ તો ત્યાંનો કોઈ વ્યક્તિ ભારત પર બોમ્બ ફેંકવાનું નક્કી કરી શકે છે.
કોંગ્રેસ પોતાના જ લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છેઃ પીએમ મોદી
ઓડિશાના કંધમાલમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "એક એ દિવસ હતો જ્યારે ભારતે વિશ્વને તેની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે કે 'સંભાળીને રહો, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે.' આ 'મરેલા' લોકો આ દેશના મનને પણ મારી રહ્યા છે. કૉંગ્રેસનું હંમેશા આવુ વલણ રહ્યું છે."
તેમણે વધુમાં કહ્યું કે, "આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે તેઓ બોમ્બ વેચવા નીકળ્યા છે. તે પણ કોઈ ખરીદતું નથી. કોંગ્રેસના આ નબળા વલણને કારણે જમ્મુ-કાશ્મીરના લોકો 60 વર્ષથી આતંકનો સામનો કર્યો છે.દેશે ઘણા આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે જેને તે ભૂલી શકતો નથી. 26/11ના ભયાનક આતંકવાદી હુમલા બાદ પણ આતંકવાદના સમર્થકો સામે કાર્યવાહી કરવાની તેમની હિંમત નહોતી થઈ.
હું ઓડિશાના લોકોનો ઋણી છુંઃ પીએમ મોદી
લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે હું ભાગ્યશાળી છું કે કંધમાલ આવતાની સાથે જ મને એવા આશીર્વાદ મળ્યા છે, જેને હું જીવનભર ભૂલી શકતો નથી. આ આશીર્વાદ સમગ્ર દેશમાં થઈ રહેલા પરિવર્તનનું સાચુ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે હું ઓડિશાના લોકોનો ઋણી છું. હું તમને ખાતરી આપું છું કે તમારા પ્રેમ અને આશીર્વાદનું આ ઋણ હું સખત મહેનત કરીને અને દેશની સેવા કરીને ચૂકવીશ.
વડાપ્રધાને કહ્યું કે 26 વર્ષ પહેલા આ દિવસે અટલ બિહારી વાજપેયીની સરકારે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને આપણે એ બતાવ્યું હતું કે દેશભક્તિથી રંગાયેલી સરકાર રાષ્ટ્રીય હિત માટે, દેશની સુરક્ષા માટે, દેશના લોકોની આશા અપેક્ષા માટે કઈ રીતે કામ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)