શોધખોળ કરો

PM મોદીના જન્મદિવસ પર વેક્સીનેશનનો રેકોર્ડ, 3 વાગ્યા સુધીનો આંકડો એક કરોડ 40 લાખને પાર

દેશભરમાં બપોરે 3 વાગ્યા સુધી 1 કરોડ 40 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Modi Birthday) પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશભરમાં બપોરે 3 વાગ્યા સુધી 1 કરોડ 40 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે જેથી એક દિવસમાં રસીકરણના તમામ જૂના રેકોર્ડ પાછળ રહી જાય.

દરરોજ રસીના 2 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક

ભારતીય જનતા પાર્ટી (BJP) એ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2 કરોડ કોરોના રસી રસીકરણનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સમગ્ર વિશ્વમાં રસીનો સિંગલ ડોઝ લગાવનાર દેશ બની ગયો છે અને 62 ટકાથી વધુ પુખ્ત વસ્તીના લોકોને રસીનો ઓછામાં ઓછો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે.

દેશમાં ચોથી વખત એક કરોડ વેક્સીનેશનનો આંકડો એક કરોડને પાર થયો છે. આ પહેલા 27 ઓગસ્ટે 1.03 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. 31 ઓગસ્ટે 1.33 કરોડ વેક્સીન આપવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે 1.13 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા હતા. આજે પીએમ મોદીના જન્મદિવસે 1 કરોડ 40 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. આજે બે કરોડનું લક્ષ્યાંક છે.

ભાજપ 2014 થી પીએમ મોદીનો જન્મદિવસ ‘સેવા દિવસ’ તરીકે ઉજવી રહ્યો છે. જો કે, આ વખતે પાર્ટીએ આ દિવસે રેકોર્ડ રસીકરણ કરાવવાની યોજના તૈયાર કરી છે, જે સફળ જણાય છે. કોવિન એપ મુજબ, બપોરે 3 વાગ્યા સુધી 1 કરોડ 40 લાખ  લોકોને રસી આપવામાં આવી છે, જે એક દિવસમાં આપવામાં આવતી સૌથી મોટી રસી છે.

પ્રથમ વખત 20 દિવસ સેવા દિવસ
2014થી અત્યાર સુધી, દર વર્ષે ભારતીય જનતા પાર્ટી એક સપ્તાહને સેવા દિવસ તરીકે મનાવતી હતી પરંતુ આ વખતે સમય વધારીને 20 દિવસ કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે મોદીના 20 વર્ષના જાહેર જીવનને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ કાર્યક્રમને 20 દિવસ સુધી લંબાવી દીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શુક્રવારથી 7 ઓક્ટોબર સુધીના 20 દિવસનું ‘સેવા અને સમર્પણ’ અભિયાન ચલાવશે. આ સાથે પાર્ટી આ સમયગાળા દરમિયાન વડાપ્રધાનના જાહેર કાર્યાલયમાં બે દાયકા પૂર્ણ થયાની ઉજવણી પણ કરશે. મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને છેલ્લા 7 વર્ષથી વડાપ્રધાન હતા.

ખાદ્ય સામગ્રીની 14 કરોડ બેગનું વિતરણ કરવામાં આવશે
આ અભિયાન અંતર્ગત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના કાર્યકર્તાઓને આરોગ્ય અને રક્તદાન શિબિરોનું આયોજન કરવા અને ગરીબોમાં અનાજ વિતરણ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ સંદર્ભે, પ્રધાનમંત્રીનું ચિત્ર ધરાવતી થેલીમાં ખાદ્ય સામગ્રીની 14 કરોડ બેગનું વિતરણ કરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Embed widget