PM Modi Brother Accident: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો મૈસૂરમાં અકસ્માત થયો
વડાપ્રધાન નરેંદ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારનો કર્ણાટકના મૈસૂરમાં અકસ્માત થયો હોવાના અહેવાલ છે. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને પરિવાર મૈસૂર નજીક બંદિપુર પ્રવાસે જઈ રહ્યા હતા.
વડાપ્રધાન નરેંદ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારનો કર્ણાટકના મૈસૂરમાં અકસ્માત થયો હોવાના અહેવાલ છે. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને પરિવાર મૈસૂર નજીક બંદિપુર પ્રવાસે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓનો અકસ્માત થયો હોવાના સમાચાર આવ્યા છે. પ્રહલાદ મોદી પોતાના દીકરા, પુત્ર વધુ અને પત્ની સાથે પ્રવાસે જઈ રહ્યા હતા. કર્ણાટકના મૈસૂર નજીક બંદિપુરા તેઓ જઈ રહ્યા હોવાની માહિતી મળી છે અને આ પ્રવાસ દરમિયાન ક્ડકોલા નજીક તેઓનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેઓના પુત્ર અને પુત્રવધૂ પણ કારમાં હાજર હતા. તેઓ પોતાની કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ તમામ પરિવારજનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કર્ણાટકના મૈસૂર નજીક બંદિપુરા તેઓ જઈ રહ્યા હોવાની માહિતી મળી છે અને આ પ્રવાસ દરમિયાન ક્ડકોલા નજીક તેઓનો અકસ્માત થયો હતો.
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની કરાઇ નિમણૂક?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડોક્ટર હસમુખ અઢીયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં માર્ગ મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ રાઠૌરની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડૉ. હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે.
ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૩૦ નવેમ્બર, ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા હતા. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI) ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.