શોધખોળ કરો
Advertisement
PM મોદીએ 25 મી વાર કરી 'મન કી બાત', કહ્યું-દિવાળી સેના અને સુરક્ષા બળોને સમર્પિત
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દિવાળીના અવસરે 25 મીં વખત 'મન કી બાત' કરી હતી. પીએમે દેશને દિવાળીની શુભકામના પાઠવી હતી.
-પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દિવો પ્રગટાવીને ગરીબી, નિરક્ષરતા અને અંધવિશ્વાસ દૂર કરવા સંકલ્પ કરવા જણાવ્યું હતું. દિવાળી સ્વચ્છતાનું પર્વ છે એટલા માટે દિવાળી ઘર સુધી સિમિત ના રહેવી જોઇએ પણ બહાર પણ સફાઇ થવી જોઇએ.
-પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ છઠ પૂજા પર દેશવાસિયોને શુભકામના પઠવતા કહ્યું હતું કે, તે ભગવાન સૂર્યની ઉપાસનાનું મહાપર્વ છે.
-પીએમ મોદીએ કહ્યું કે, દિવાળી આપણા સેના અને સુરક્ષા બળોને સમર્પિત, સમગ્ર દેશ જવાનો સાથે છે.
-સિક્કિમ, હમાચલ પ્રદેશ ખુલામાં શોચ મુક્ત થઇ ગયા છે. જલ્દી કેરલ પણ તેમા શામિલ થવાનું છે. બીજા અન્ય રાજ્યોમાં ખુલામાં શૌચથી મુક્ત થવાની દિશામાં તેજીથી કામ થઇ રહ્યું છે.
-સમગ્ર વિશ્વ દિવાળીની ઉજવણી કરી રહ્યુ છે.
-અમેરિકામાં દિવાળીના પોસ્ટર સ્ટેંપ બહાર પાડ છે.
-સિંગાપુરમાં દિવાળી મનાવવામાં આવે છે.
-દેશના જવાનો માટે દિપ પ્રગટાવો
-મીડિયાએ સેનાનો આભાર માન્યો
-સેના દેશની સુરક્ષામાં લાગેલી છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટમન કી બાતટમાં સરદરા વલ્લભબાઇ પટેલને પણ યાદ કર્યા હતા. કહ્યું હતું કે, 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતીની સાથે શ્રીમતી ગાંધીની પૂણ્યતિથિ પણ છે સરદારના જન્મ દિવસે હજારો સરદારોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આઝાદીના આંદોલનને કિસાનો સુધી પહોંચાડવમાં સરદાર સાહેબની મહત્વની ભૂમિકા હતી. એક્તા માટે જીવનભર જીવનાર મહાપુરુષના જન્મ દિવસ પર જ સરદારો સાથેનું જુલ્મી ઇતિહાસનું પાનું આપણને પીડા આપે છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રવિવારે દિવાળીના દિવસે સવારે 11 વાગે 'મન કી બાદ' દ્વારા દેશને સંબોધન કરશે. 'મન કી બાત'નું આ 25 મું પ્રસારણ છે. PM મોદી રેડિયો પર દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમ દ્વારા અલગ અલગ મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરે છે. આ કાર્યક્રમ સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. PM મોદી દિવાળી નિમિતે દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોનાં મુદ્દે વાત કરી શકે છે.
દિવાળીના અવસરે PM મોદી દેશ વાસિયોને સરહદ પર તૈનાત જવાનોને સંદેશ મોકલવાની અપિલ પણ કરી હતી. તમારા સંદેશ દેશના જવાનોની ખુશિયા વધારી શકે છે.
આ પહેલા 25 સપ્ટેંબરે PM મોદીએ 'મન કી બાત'માં ભારતીય સેનાના વખાણ કર્યા હતા. તેમણે સેના પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ' આપણને સેના પર ગર્વ છે. અમે નાગરિકો માટે, રાજનેતાઓ માટે, ઘણા અવસર હોય છે. અમે લોકો બોલીએ છીએ પણ સેના પરાક્રમ કરે છે.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement