શોધખોળ કરો
Advertisement
મોદીએ કરી મોટી જાહેરાતઃ કેનેડાથી ભારતનાં ક્યાં દેવીની અમૂલ્ય મૂર્તિ લવાઈ પાછી? જાણો કઈ રીતે પહોંચી હતી કેનેડા?
પીએમે મન કી બાતમાં વાત કરતા કહ્યું કે, હું તમારી સાથે એક આનંદના સમાચાર શેર કરવા આવ્યો છુ. દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની એક બહુ પ્રાચીન મૂર્તિ કેનેડાથી ભારત પાછી આવી રહી છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં રેડિયો પર આવીને દેશ વાસીઓને એક મોટી ખુશખબરી આપી. પીએમે મન કી બાતમાં વાત કરતા કહ્યું કે, હું તમારી સાથે એક આનંદના સમાચાર શેર કરવા આવ્યો છુ. દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની એક બહુ પ્રાચીન મૂર્તિ કેનેડાથી ભારત પાછી આવી રહી છે.
કઈ રીતે પહોંચી હતી કેનેડા?
મન કી બાતમાં પીએમ મોદીએ જે અન્નપૂર્ણા દેવીની મૂર્તિની વાત કરી, તે ભારતીય સંસ્કૃતિમાં મહત્વની ધરોહર ગણાય છે. કહેવાય છે કે આ અન્નપૂર્ણા દેવીની મૂર્તિ બહુ જુની મૂર્તિ છે, આ મૂર્તિ 1913માં વારાણસી મંદિરમાંથી ચોરવામાં આવી હતી, બાદમાં તેને કેનેડે પહોંચાડી દેવાઇ હતી. હવે તે ભારતમાં પરત આવી રહી છે. મનાઇ રહ્યું છે કે આ માતા અન્નપૂર્ણાની મૂર્તિને આંતરરાષ્ટ્રીય ગેન્ગે ચોરી હતી અને ઉંચી કિંમતે તેને કેનેડાના માર્કેટમાં વેચી દીધી હતી. આ મૂર્તિ સાથે એવી પણ લોક કહેવત છે કે કાશી સાથે આ મૂર્તિને એક ધરોબો સંબંધ છે.
આ ઉપરાંત મોદીએ કહ્યું કે, આપણા સાંસ્કૃતિક વારસાની અનેક ધરોહર આંતરરાષ્ટ્રીય ડાકુ ગેન્ગનો શિકાર બની ચૂકી છે. વર્લ્ડ હેરિટેજ વીક સંસ્કૃતિ પ્રેમીઓ માટે, પ્રાચીન સમયમાં પાછા જવા, તેમના ઈતિહાસના મહત્વના પડાવોની જાણકારી મેળવવાનો એક શાનદાર અવસર પ્રદાન કરે છે.
મની કી બાત કાર્યક્રમમાં આ મન કી બાત 2.0ની 18મી એડિશન છે. આ પહેલા પીએ મોદીએ 25 ઓક્ટોરે મન કી બાત કરીને લોકોને સંબોધિત કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement