COVID-19 100 Cr Milestone Jabs: 100 કરોડની સિદ્ધી બાદ મોદીએ રસી નિર્માતા સાથે કરી બેઠક, જાણો વિગત
દેશમાં 100 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા બાદ મોદીએ આજે વેક્સિન મેન્યુફેક્ચર્સ સાથે મુલાકાત કરી હતી.
COVID-19 100 Cr Milestone Jabs: દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રસી નિર્માતાઓ સાથે મુલાકાત કરી હતી. દેશના સાત રસી નિર્માતાઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા સહિત સાત રસી નિર્માતા ઉપસ્થિત રહ્યા હતા. ઝાયડસ કેડિલાના પંકજ પટેલ પણ હાજર રહ્યા હતા.
દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 16,326 નવા કેસ નોંધાયા છે અને 666 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,73,728 પર પહોંચી છે.
PM Narendra Modi interacts with vaccine manufacturers including Serum Institute's Adar Poonawalla. Union Health Minister Mansukh Mandaviya and MoS Health Bharati Pravin Pawar also present. pic.twitter.com/hiSmjEueuC
— ANI (@ANI) October 23, 2021
કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા
કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.