શોધખોળ કરો

શીખ સમુદાયના ડેલિગેશન સાથે PM MODIએ કરી મુલાકાત, જાણો ક્યાં મુદ્દાઓ પર કરી ચર્ચા

નેશનલ કમિશન ફોર વુમન એક્સપર્ટ પેનલના સભ્ય દમનજીત કૌરે પીએમ મોદીને મળ્યા બાદ કહ્યું કે, અમે પીએમ મોદી સાથે પંજાબમાં ડ્રગ્સની સમસ્યા પર ચર્ચા કરી.

DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે 24 માર્ચે શીખ સમુદાયના કેટલાક બૌદ્ધિકોને મળ્યા હતા. આ પ્રતિનિધિ મંડળમાં વિવિધ ક્ષેત્રના લોકો સામેલ હતા. નેશનલ કમિશન ફોર વુમન એક્સપર્ટ પેનલના સભ્ય દમનજીત કૌરે આ બેઠકમાં પંજાબમાં ડ્રગ્સના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પીએમ મોદી સાથે પંજાબના યુવાનોમાં ફેલાતા ડ્રગ્સના વ્યસન અંગે ચર્ચા કરી હતી.
 
પીએમ મોદી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી 
પીએમ મોદીને મળ્યા બાદ દમનજીત કૌરે કહ્યું કે, અમે પંજાબમાં ડ્રગ્સની સમસ્યા અંગે પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. વર્તમાન પરિસ્થિતિ એવી છે કે નોંધપાત્ર સંખ્યામાં પરિવારોમાંથી આવતા યુવાનો પણ ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે અને તેના વ્યસની બની રહ્યા છે. પીએમ મોદીએ આ મુદ્દો ઉચ્ચ સ્તરે ઉઠાવવાની વાત કરી હતી.
 
આ સાથે જ દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ હરમીત સિંહ કાલકાએ કહ્યું કે પીએમ મોદી સાથે શીખોના હિત અને સમગ્ર સમાજ વિશે ચર્ચા થઈ છે. દિલ્હીના શીખો પીએમ મોદી માટે વિશેષ આદર ધરાવે છે, કારણ કે તેમણે SITની રચના કરી અને 1984ના શીખ રમખાણોના ગુનેગારોને જેલમાં ધકેલી દીધા.

મુસ્લિમ દેશોના સંગઠનને ભારતનો સણસણતો જવાબ 
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઑફ મુસ્લિમ કન્ટ્રીઝ (OIC)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું. OIC એ કાશ્મીરમાં આત્મનિર્ણયના અધિકારની અને ભારતીય મુસ્લિમો સાથે કથિત ભેદભાવને રોકવાની માંગ કરી હતી. OIC એ તેના ઠરાવમાં એમ પણ કહ્યું કે અમે ભારતમાં મુસ્લિમો સામે કથિત ભેદભાવ અને અસહિષ્ણુતાની નીતિની નિંદા કરીએ છીએ. OICના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે અને તેના નિવેદનની આકરી ટીકા કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જાહેર  કરીને જણાવ્યું હતું કે મીટિંગના નિવેદનો અને ઠરાવો એક સંસ્થા તરીકે OICની અપ્રસ્તુતતા અને તેની ચાલાકી કરનાર તરીકે પાકિસ્તાનની ભૂમિકા બંને દર્શાવે છે. ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જુઠ્ઠાણા અને ખોટી રજૂઆત પર આધારિત છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ટિપ્પણી કરતી આ સંસ્થાની ઉદાસીનતા, તે પણ પાકિસ્તાન જેવા માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર દેશના ઈશારે સ્પષ્ટ છે. રાષ્ટ્રો અને સરકારો કે જેઓ પોતાને આ રીતે સાંકળે છે તેઓને તેમની પ્રતિષ્ઠા પરની અસરનો અહેસાસ થવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Embed widget