PM Modi Meets Japan: જાપાનમાં મહાશક્તિનો મહામંચ, રશિયા યૂક્રેન સહિત આ છે G7ના બિગ અજેંડા
વિશ્વના સમૃદ્ધ દેશોના સંગઠન 'G7'ની બેઠક 19 મેના રોજ જાપાનના હિરોશિમા શહેરમાં શરૂ થઈ હતી. વડાપ્રધાન મોદી સતત ચોથી વખત આ સંગઠનની બેઠકમાં અતિથિ તરીકે હાજરી આપી રહ્યાં છે.
PM Modi Japan Visit: વિશ્વના સમૃદ્ધ દેશોના સંગઠન 'G7'ની બેઠક 19 મેના રોજ જાપાનના હિરોશિમા શહેરમાં શરૂ થઈ હતી. વડાપ્રધાન મોદી સતત ચોથી વખત આ સંગઠનની બેઠકમાં અતિથિ તરીકે હાજરી આપી રહ્યાં છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી7 સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારે (19 મે) જાપાનના હિરોશિમા પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ જાપાન અને ભારતના G7 અને G20 ની અધ્યક્ષતામાં વિવિધ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વાતચીત કરી.
આ વખતે G7માં સૌથી પડકારજનક મુદ્દો રશિયા-યુક્રેન યુદ્ધનો છે. જો કે મળતી માહિતી મુજબ G7માં યુક્રેન-રશિયા યુદ્ધ સિવાય પણ ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. 19 મેથી 21 મે સુધી વિશ્વના 7 અમીર દેશોનું આ સંગઠન આ જ હિરોશિમા શહેરની સૌથી વૈભવી હોટેલ ગ્રાન્ડ પ્રિન્સ ખાતે G7 સમિટનું આયોજન કરી રહ્યું છે. આ વખતે G7નો સૌથી મહત્વનો મુદ્દો રશિયા-યુક્રેન યુદ્ધનો છે.
આ મુદ્દે થઇ શકે છે ચર્ચા
યુક્રેન રશિયાની જંગને એક વર્ષથી વધુ સમય વિતી ગયો છે. જો કે એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. જી7માં આ ત્રણ મુદ્દા પર ચર્ચા થશે. જે મુજબ આતંકવાદ, ઇકોનોમી, રિકવરી યૂનાઇટેડ નેશન સ્ટ્રેટરજી ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ અને પાણીની સમસ્યા મુદદ્ પણ વાત થશે
19 મેથી શરૂ થઇ G7ની બેઠક
વિશ્વના સમૃદ્ધ દેશોના સંગઠન 'G7'ની બેઠક 19 મેના રોજ જાપાનના હિરોશિમા શહેરમાં શરૂ થઈ હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચોથી વખત આ સંગઠનની બેઠકમાં અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 બેઠકમાં ભાગ લેતા પહેલા Fumio સાથે મુલાકાત કરી અને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું.આ દરમિયાન તેમણે વિશ્વને શાંતિનો સંદેશ પણ આપ્યો હતો. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવા અને તેનું અનાવરણ કરવાની તક આપવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો.
કર્ણાટકના સીએમ તરીકે સિદ્ધારમૈયા આજે લેશે શપથ
Karnataka CM Swearing Live Update:કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા શનિવારે એટલે કે આજે કર્ણાટકના સીએમ તરીકે શપથ લેશે. ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે અને કેટલાક મંત્રીઓ પણ તેમની સાથે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 12.30 કલાકે બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. અગાઉ સિદ્ધારમૈયા કેબિનેટની રચના અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા શિવકુમાર સાથે શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. અહીં સિદ્ધારમૈયાએ શિવકુમાર અને કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાની સાથે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી હતી. મીટિંગ બાદ શનિવારે વહેલી સવારે બેંગ્લોર જવા રવાના થયા હતા.
સિદ્ધારમૈયા માટે આગળનો રસ્તો સરળ નહીં હોય
કર્ણાટકના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સિદ્ધારમૈયા માટે આગળનો રસ્તો સરળ દેખાઈ રહ્યો નથી. મોટી મુશ્કેલી સાથે નાયબ મુખ્યપ્રધાન બનવાની તૈયારી કરી ચૂકેલા ડીકે શિવકુમારને અત્યારે ભલે કોઈ જોખમ ન હોય, પરંતુ દલિત નેતા જી પરમેશ્વર નારાજ હોવાનું કહેવાય છે. પરમેશ્વરાએ નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવી હતી, જેને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા અવગણવામાં આવી હતી અને માત્ર એક જ નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સિદ્ધારમૈયા માટે પહેલો પડકાર તમામ સમુદાયો, પ્રદેશો, જૂથો અને નવી અને જૂની પેઢીના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાનો છે. આંકડાઓ અનુસાર, 34 લોકોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે, જ્યારે દાવેદારોની સંખ્યા ઘણી વધારે છે. મીડિયા સાથે વાત કરતા પરમેશ્વરે કહ્યું કે, કેટલાક પ્રસંગોએ બલિદાન આપવું પડે છે. સરકાર બની રહી છે તે સારી વાત છે. લિંગાયત નેતા એમબી પાટીલ પણ નાયબ મુખ્યમંત્રી ન બનાવવામાં આવતા નારાજ હોવાનું કહેવાય છે. પાટીલે કહ્યું કે જેણે પણ મતદાન કર્યું છે, તે તમામ વર્ગોને સરકારમાં યોગ્ય હિસ્સો મળવો જોઈએ.