શોધખોળ કરો
ગુરૂવાયૂર મંદિરમાં PM મોદીએ કરી પૂજા, કમળના ફૂલથી કરાઈ તુલા
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે કેરલના ગુરૂવાયૂર મંદિરમાં પૂજા કરી હતી. પીએમ મોદી પારંપરિક વેશભૂષા મુંડૂમા જોવા મળ્યા અને તેમણે તુલાભરમ પણ કર્યું.

કોચી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે કેરલના ગુરૂવાયૂર મંદિરમાં પૂજા કરી હતી. પીએમ મોદી પારંપરિક વેશભૂષા મુંડૂમા જોવા મળ્યા અને તેમણે તુલાભરમ પણ કર્યું. કેરલના રીતિ-રિવાજ મુજબ તુલાભરમ પૂજા પદ્ધતિ મુજબ ત્રાજવાના એક પલડામાં વ્યક્તિને બેસાડવામાં આવે છે અને બીજા પલડામાં કોઈ વસ્તુ રાખવામાં આવે છે. પીએમ મોદીની કમળના ફૂલોથી તુલા કરવામાં આવી હતી. ગુરૂવાયૂર મંદિરના ગર્ભગૃહમાં શ્રીકૃષ્ણની મૂર્તિ છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી બીજી વખત સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વાર કેરલ પ્રવાસ પર છે. પીએમ મોદી મોડી રાત્રે કોચી પહોંચ્યા હતા. જ્યાં તેઓ સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. આજે પીએમ મોદી કેરલથી માલદીવ જવા માટે રવાના થશે. ત્યાંથી તેઓ શ્રીલંકા જશે બાદમાં રવિવારે સાંજે તિરૂપતિ નજીક રેનીગુંટા હવાઈમથક પહોંચશે. પીએમ મોદી તિરૂમલાના પ્રસિદ્ધ ભગવાન વેંકેટેશ્વર મંદિરમાં પૂજા બાદ દિલ્હી જવા રવાના થશે.Kerala: Prime Minister Narendra Modi offers prayers at Sri Krishna Temple in Guruvayur of Thrissur. pic.twitter.com/nJIH2tDW3f
— ANI (@ANI) June 8, 2019
વધુ વાંચો





















