દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની LNJP હોસ્પિટલની મુલાકાત લીધી અને દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની LNJP હોસ્પિટલની મુલાકાત લીધી અને દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા છે. તેઓ એરપોર્ટથી સીધા જ હોસ્પિટલ પહોંચ્યા હતા. દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા આશરે 100 લોકોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભૂટાનની બે દિવસીય મુલાકાતથી પરત ફરતા પ્રધાનમંત્રી મોદી દિલ્હી પહોંચ્યા પછી સીધા LNJP હોસ્પિટલ ગયા હતા. તેમણે ઘાયલોને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. હોસ્પિટલના અધિકારીઓ અને ડોકટરોએ પણ તેમને પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
Upon landing from Bhutan, PM Modi went straight to LNJP hospital to meet those injured after the blast in Delhi. He met and interacted with the injured and wished them a speedy recovery. He was also briefed by officials and doctors at the hospital. pic.twitter.com/FqQdk4d7w2
— ANI (@ANI) November 12, 2025
10 નવેમ્બર, સોમવારે સાંજે રાષ્ટ્રીય રાજધાની લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક ખતરનાક કાર બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગઈ હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં ગભરાટ ફેલાવ્યો હતો અને હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
દિલ્હી વિસ્ફોટ પછી ભૂટાનથી પોતાના પહેલા ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને ચેતવણી આપી. તેમણે કહ્યું કે વિસ્ફોટ માટે જવાબદાર તમામ લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
ભારતની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ સરકાર એક્શન મોડમાં છે. આ સંદર્ભમાં, આજે સાંજે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. સીસીએસ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠક આજે સાંજે 5:30 વાગ્યાથી વડા પ્રધાન નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાશે. મંગળવારે ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓ સાથે સમીક્ષા કર્યા બાદ દિલ્હી વિસ્ફોટની તપાસ એનઆઈએને સોંપી હતી.
સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદથી દેશભરની વિવિધ સુરક્ષા એજન્સીઓ દરોડા પાડી રહી છે અને વિસ્ફોટમાં સંડોવાયેલા લોકોની શોધ કરી રહી છે.





















