શોધખોળ કરો

કૃષિ કાનૂનના થઈ રહેલા વિરોધ વચ્ચે પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત

મોદીએ કહ્યું, આજે ભારતનું કૃષિક્ષેત્ર પહેલાં કરતાં વધુ ગતિશીલ છે. આજે ખેડૂતો પાસે પણ મંડીઓની બહાર વેચવાનો વિકલ્પ છે.

નવી દિલ્હીઃ કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી મોદીએ ફિક્કીની 93મી વાર્ષિક સભામાં સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે કહ્યું, આપણે 20-20 મેચમાં ખૂબ ઝડપથી બદલાતું જોયું છે પરંતું 2020ના વર્ષે બધાને પાછળ રાખ્યા છે. તેમણે કહ્યું, આજે દરેક ક્ષેત્રે સુધારા કરવામાં આવ્યા છે. એ માઈનિંગ, ડિફેન્સ કે પછી સ્પેસ હોય, મોટા ભાગનાં ક્ષેત્રોમાં અસંખ્ય તકોની પરંપરા ઊભી થઈ છે. લોજિસ્ટિક્સમાં બહુવિધ જોડાણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો તમે એક ઉદ્યોગ અને બીજા ઉદ્યોગ વચ્ચે દીવાલો બનાવશો તો વૃદ્ધિ અટકશે. અમે આ દીવાલોને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ. મોદીએ કહ્યું, આજે ભારતનું કૃષિક્ષેત્ર પહેલાં કરતાં વધુ ગતિશીલ છે. આજે ખેડૂતો પાસે પણ મંડીઓની બહાર વેચવાનો વિકલ્પ છે. તેઓ ડિજિટલ માધ્યમ પર પણ ખરીદી અને વેચાણ કરી શકે છે. ખેડૂત સમૃદ્ધ થાય તો દેશનો વિકાસ થાય. કૃષિક્ષેત્રમાં થયેલા સુધારાનો સૌથી વધુ લાભ ખેડૂતોને થશે. કૃષિ અને એની સાથે જોડાયેલાં ક્ષેત્રો, જેમ કે ફૂડ પ્રોસેસિંગ, કોલ્ડ ચેઈન સહિતનાં ક્ષેત્ર વચ્ચે દીવાલો હતી. હવે એ અંતરાયો દૂર થઈ રહ્યા છે. હવે ખેડૂતોને નવાં બજારો અને નવા વિકલ્પો મળશે. ખેતીમાં વધુ રોકાણ થશે.
આપણા દેશમાં કૃષિક્ષેત્રે રોકાણ કરવું હતું એટલું થયું નથી. આપણે અહીં કોલ્ડસ્ટોરેજની સમસ્યા છે. ખાતરની સમસ્યા છે, એ આયાત કરવામાં આવે છે. આ માટે સાહસિકોએ આગળ આવવું જોઈએ. ખેડૂતોને જેટલો વધુ ટેકો મળશે અને જેટલું આપણે વધુ રોકાણ કરીશું તેટલો ખેડૂત અને દેશ વધુ મજબૂત બનશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget