(Source: ECI/ABP News/ABP Majha)
રાશિદ અલ્વીએ કહ્યું, 11 દિવસમાં પાકિસ્તાનને ભારતનો હિસ્સો બનાવે PM મોદી, કોંગ્રેસ સાથે છે
રાશિદ અલ્વીએ કહ્યું કે, PMમોદી પાકિસ્તાનને 11 દિવસમાં ભારતનો હિસ્સો બનાવી શકે તો કોંગ્રેસ તેના દરેક નિર્ણય સાથે છે.
રાશિદ અલ્વીએ કહ્યું કે, PMમોદી પાકિસ્તાનને 11 દિવસમાં ભારતનો હિસ્સો બનાવી શકે તો કોંગ્રેસ તેના દરેક નિર્ણય સાથે છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમમાં પહોંચેલા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા રાશિદ અલ્વીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે," જો મોદી પાકિસ્તાનને ધ્વંશ કરીને ભારતનો હિસ્સો બનાવી શકે તો તેમની સરકારના દરેક નિર્ણયમાં કોંગ્રેસની સહમતિ હશે.તે આગળ વધે અને પાકિસ્તાનને માત આપે. માત્ર વાણી વિલાસ ન કરે પરંતુ તે માત્ર બોલે છે અને દેશના લોકોને પણ ગુમરાહ કરે છે"
ઉલ્લેખનિય છે કે, રાશિદ અલ્વી વડાપ્રધાન મોદીની એ વાતોનો જવાબ આપી રહ્યાં હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, "પાકિસ્તાનને માત્ર 11 દિવસમાં શિકસ્ત આપીને ભારતનો હિસ્સો બનાવી શકાય છે.
પલાયનને લઇને કરી વાત
દિલ્લીના જંતરમંતર પર ધાર્મિક ઉન્માદી ભાષણના મામલે જવાબ આપતા રાશિદ અલ્વીએ કહ્યું કે, "આ બધું જ ભાજપ દ્વારા જ કરાવાયા છે". તો મુરાદાબાદમાં 81 હિન્દુ પરિવાર પલાયનના મામલે બોલતા તેમણે કહ્યું કે,"જે લોકોએ પણ આ પ્રકારનો પ્રોપેગેન્ડા ફેલાવ્યો છે. તેની ધરપકડ થવી જોઇએ, જો ધરપકડ ન થાય તો સમજી જવું જોઇએ કે, આ બધું જ ભાજપે જ કર્યું છે"
જનતા બધું જ જાણો છે
બસપા દ્વારા કરવામાં આવતા બ્રાહ્મણ સંમેલન મુદ્દે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં અલ્વીએ કહ્યું કે,"પાર્ટી 5 વર્ષથી પાર્લામેન્ટમાં ભાજપની સાથે ઉભી છે. બહાર પણ તેમની સાથે જ છે અને હવે બ્રાહ્મણ સંમેલન કરી રહી છે. પ્રદેશની જનતા બધું જ જાણે છે". તો પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના દિલ્લી પ્રવાસ મુદ્દે તેઓએ કહ્યું કે, "દિલ્લીમાં કોંગ્રેસ મુખ્યાલય છે તો તેનું આવવું જવું સ્વાભાવિક છે અને જ્યાં સુધી સિધુની વાત છે તો તે પાર્ટીનો આંતરિક મામલો છે.