શોધખોળ કરો

લોકડાઉનથી પરિસ્થિતિ સારી, ગરીબોને નવેમ્બર સુધી મફત અનાજ, વાંચો- પીએમ મોદીના સંબોધનની મોટી વાતો

પીએમ મોદીએ દેશમાં યોગ્ય સમય પર લગાવેલા લોકડાઉનના વખાણ કર્યા અને કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા હવે આપણે અનલોક 2 મા પ્રવેશ કરી રહ્યા છીએ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધન દરમિયાન તેમણે કોરોના મહામારીને લઈને ઘણી વાતો કરી. તેમણે લોકડાઉનના વખાણ કર્યા અને કહ્યું કે યોગ્ય સમય પર લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા લોકોના જીવ બચ્યા. આવો જાણીએ પીએમ મોદીના સંબોધનની મોટી વાતો. 1- લોકડાઉનના વખાણ પીએમ મોદીએ દેશમાં યોગ્ય સમય પર લગાવેલા લોકડાઉનના વખાણ કર્યા અને કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા હવે આપણે અનલોક 2 મા પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે એ મોસમમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં બીમારીના કેસ વધે છે. કોરોનાથી થતા મૃત્યુદરને જોવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. સમય પર કરવામાં આવેલા લોકડાઉન અને અન્ય નિર્ણયોએ લાખો લોકોના જીવ બચ્યા છે. Unlock-One માં બેદરકારી તેમણે કહ્યું, હવે જ્યારે દેશમાં Unlock-One થયું છે, વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં બેદરકાર વધતી જાય છે. પહેલા આપણે માસ્કને લઈને, સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને, 20 સેકન્ડ સુધી દિવસમાં ઘણી વખત હાથ ઘોવાને લઈને ખૂબ સતર્ક હતા. પીએમ મોદીએ કહ્યું આ સમયે જે લોકો બેદરકારી કરી રહ્યા છે તેઓ નથી સમજી રહ્યા કે તેઓ કોરોના સામેની લડાઈને નબળી કરી રહ્યા છે, આવા લોકોને બેદરકારી કરતા રોકવા પડશે અને નિયમોનું પાલન કરાવવું પડશે. 20 કરોડ ગરીબ પરિવારોના જનઘન ખાતામાં પૈસા પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારને જનઘન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. આ દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા. ભારતમાં 80 કરોડથી વધુ લોકોને 3 મહિનાનું રેશન મફત આપવામાં આવ્યું છે. અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ગણા વધુ લોકોને મફત અનાજ પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ગણા વધુ લોકોને, બ્રિટનની જનસંખ્યા કરતા 12 ગણા વધુ લોકોને અને યૂરોપીયન યૂનિયનની જનસંખ્યાથી લગભગ બે ગણા વધુ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે નવેમ્બર મહિનાના અંત સુી કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર પીએમ મોદીએ કહ્યું કે તહેવારના આ સમયમાં જરૂરીયાત પણ વધે છે, ખર્ચ પણ વધે છે અને આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત વધારવામાં આવી છે. નવેમ્બર મહિનાના અંત સુધી આ યોજના વધારવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં મળશે અનાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં દેશના 80 કરોડ લોકોના પાંચ કિલો ઘઉ અથવા ચોખાની સાથે એક કિલો ચણા પણ આપવામાં આવશે. 90 હજાર કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ થશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તારમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે અને છેલ્લા ત્રણ મહિનાના ખર્ચને પણ જોડાવામાં આવે તો આશરે દોઢ લાખ કરોડ રૂપિયા થઈ જાય છે. વન નેશન-વન કાર્ડ મુજબ પણ મળશે લાભ હવે સમગ્ર ભારત માટે એક રેશન કાર્ડની વ્યવસ્થા પણ થઈ રહી છે. વન નેશન વન રેશન કાર્ડનો સૌથી વધુ ફાયદો એ ગરબી લોકને મળશે, જેઓ રાજગાર અથવા અન્ય આવશ્યક્તાઓના કારણે પોતાનું ગામ છોડીને અન્ય જગ્યાએ જાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
Gandhinagar:  ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
Gandhinagar: ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોતSurendranagar Accident : લીંબડી હાઈવે પર ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 6ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
Gandhinagar:  ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
Gandhinagar: ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
રાજકોટ હોસ્પિટલ વાયરલ સીસીટીવી ફુટેજ કેસ, સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ
રાજકોટ હોસ્પિટલ વાયરલ સીસીટીવી ફુટેજ કેસ, સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ
Embed widget