PM Modi Speech: 'જ્યારે ભારત આગળ વધે છે ત્યારે દુનિયા આગળ વધે છે', -નવા સંસદ ભવનમાં બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ નવા સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે કહ્યું કે, આજનો દિવસ દેશ માટે શુભ દિવસ છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે.
New Parliament Inauguration: આજે દિલ્હીમાં નવા સંસદ ભવનનું આજે પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉદઘાટન કર્યુ છે. નવા સંસદ ભવનનાં ઉદઘાટનમાં બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે -દેશની વિકાસયાત્રામાં કેટલીક ક્ષણો અમર બની જાય છે. 28 મે આવો જ એક દિવસ છે. તેમને આગળ કહ્યું આ માત્ર એક ઇમારત નથી, પરંતુ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે.
પીએમ મોદીએ નવા સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે કહ્યું કે, આજનો દિવસ દેશ માટે શુભ દિવસ છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અમૃત મહોત્સવમાં ભારતની જનતાએ સંસદની આ નવી ઇમારત તેમની લોકશાહીને ભેટ આપી છે. આજે સવારે સંસદ ભવન સંકુલમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું, હું ભારતીય લોકશાહીની આ સુવર્ણ ક્ષણ માટે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.
આત્મનિર્ભર ભારતનું સૂર્યોદયનું સાક્ષી બનશે સંસદ ભવન - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે - નવી સંસદ આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે. તે વિશ્વને ભારતના સંકલ્પનો સંદેશ આપે છે. તે આપણી લોકશાહીનું મંદિર છે. આ નવું સંસદ ભવન આયોજનને વાસ્તવિકતા સાથે, નીતિ સાથે બાંધકામ, ઈચ્છાશક્તિ સાથે એક્શન પાવર, રિઝૉલ્યૂશન સાથે સિદ્ધિ સાથે જોડતી મહત્વની કડી સાબિત થશે. આ નવી ઇમારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે. આ નવી ઇમારત આત્મનિર્ભર ભારતના સૂર્યોદયની સાક્ષી બનશે. આ નવી ઇમારત વિકસિત ભારતના સંકલ્પોની પરિપૂર્ણતા જોશે. આ નવી ઇમારત નવા અને જૂનાના સહઅસ્તિત્વ માટે પણ આદર્શ બની રહેશે.
પીએમ મોદીએ કહ્યું કે, - આજે આ ઐતિહાસિક પ્રસંગે સંસદમાં પવિત્ર સેન્ગોલની સ્થાપના કરવામાં આવી છે. મહાન ચૌલ સામ્રાજ્ય દરમિયાન સેન્ગોલને ફરજના માર્ગ, સેવાનો માર્ગ અને રાષ્ટ્રના માર્ગનું પ્રતિક માનવામાં આવે છે. રાજાજી અને અધિનમના સંતોના માર્ગદર્શન હેઠળ આ સેન્ગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતિક બની ગયું. તેમને કહ્યું કે - જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે. સંસદની આ નવી ઇમારત ભારતના વિકાસ દ્વારા વિશ્વના વિકાસની હાકલ કરશે. તેમને કહ્યું કે નવા માર્ગો પર ચાલવાથી જ નવા દાખલાઓ સર્જાય છે. આજે નવું ભારત નવા રસ્તાઓ ઘડી રહ્યું છે અને નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે.
વૈશ્વિક લોકતંત્રનો મોટો આધાર છે ભારત - પીએમ મોદી
ભારત માત્ર લોકશાહી રાષ્ટ્ર નથી, તે લોકશાહીની માતા પણ છે. ભારત આજે વૈશ્વિક લોકશાહીનો પણ મોટો આધાર છે. લોકશાહી આપણા માટે માત્ર એક વ્યવસ્થા નથી, તે એક સંસ્કૃતિ, એક વિચાર, પરંપરા છે. આપણા વેદ આપણને સભાઓ અને સમિતિઓના આદર્શો શીખવે છે. મહાભારત જેવા ગ્રંથોમાં ગણ અને પ્રજાસત્તાકની વ્યવસ્થાનો ઉલ્લેખ છે. આપણે જીવીને વૈશાલી જેવા પ્રજાસત્તાક બતાવ્યા છે. ભગવાન બસવેશ્વરના અનુભવ મંડપને આપણે અમારું ગૌરવ માન્યું છે.