શોધખોળ કરો
Advertisement
PM મોદીએ સાત રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી વાત, કોરોના અને પૂરની સ્થિતિને લઈ કરી ચર્ચા
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પૂર અને કોરોના વાયરસના સંકટ પર વાત કરી હતી.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહારથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પૂર અને કોરોના વાયરસના સંકટ પર વાત કરી હતી. પીએમ મોદીએ બિહાર, આસામ, આંધ્રપ્રદેશ, તેલંગણા, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી રાજ્યની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
રાજધાની દિલ્હીમાં વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. મિંટો બ્રિજ નીચે પાણી ભરાવાના કારણે એક નાના ટ્રકના કથિત રીતે ડૂબવાથી એક 56 વર્ષના વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ના નગરમાં એક ઘર તણાઈ ગયું હતું.
જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદના કારણે લોકો પ્રભાવિત થયા છે. ભારે વરસાદ બાદ હિમાચલ પ્રદેશના બદસેરી ગામમાં પૂર આવ્યું હતું. લોકોને કિન્નોરમાં ખરોધલા નાળામાંથી સ્થાનિક લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
આસામમાં પૂરના કારણે લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે. રાહત શિબિરમાં રહેતા લોકોને રાજ્ય સરકાર રાશન આપી રહી છે. પશ્ચિમ ગામના અધ્યક્ષે કહ્યું કે પૂરના કાણે કામરૂપમાં 10 ગામના આશરે 14625 લોકો પ્રભાવિત થયા છે. સરકાર તમામ વ્યવસ્થા કરી રહી છે. અમે જરૂરીયાત લોકોને સામાન પહોંચાડી રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement