શોધખોળ કરો
Advertisement
પ્રજાસત્તાક દિવસઃ PM મોદીએ બાંધ્યો કેસરી કલરનો 'બાંધણી'નો સાફો, જાળવી રાખી પરંપરા
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ પર સાફો બાંધવાની પોતાની પરંપરાને જાળવી રાખતા આ વખતે ગણતંત્ર દિવસ પર કેસરી કલરનો બાંધણીનો સાફો બાંધ્યો હતો.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ પર સાફો બાંધવાની પોતાની પરંપરાને જાળવી રાખતા આ વખતે ગણતંત્ર દિવસ પર કેસરી કલરનો બાંધણીનો સાફો બાંધ્યો હતો. કુર્તા પજામા અને જેકેટ પહેરી પ્રધાનમંત્રીએ ઈન્ડિયા ગેટ પર સ્થિત અમર જવાન જ્યોતિના બદલે પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ સ્મારક પર પ્રથમ વખત શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી.
ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીના કપડામાં ખાસ કરીને તેમના સાફાની ખૂબ ચર્ચા થાય છે. ગત વર્ષે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી છઠ્ઠી વખત સ્વતંત્રતા દિવસનુ ભાષણ આપ્યું હતું અને આ દરમિયાન તેમણે અલગ-અલગ કલરનો સાફો પહેર્યો હતો. જ્યારે 2014માં મોદીએ પ્રધાનમંત્રી તરીકે પ્રથમ વખત પોતાના ભાષણ દરમિયાન લાલ કલરની બાંધણીનો સાફો પહેર્યો હતો, જેની પાછળની પટ્ટીનો કલર લીલો હતો. બાદમાં 2016માં લાલ કિલ્લા પરથી ભાષણ દરમિયાન ગુલાબી અને પીળા કલરના સાફામાં જોવા મળ્યા હતા. જ્યારે 2017માં ચમકદાર લાલ અને પીળા કલરનો સાફો પહેર્યો હતો.From 2015 to 2020, a look at PM Modi's Republic Day turban tradition Read @ANI Story l https://t.co/eo49wDh40E pic.twitter.com/tsnt0udye0
— ANI Digital (@ani_digital) January 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement