શોધખોળ કરો
Advertisement
પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશમાં, મુરાદાબાદમાં કરશે પરિવર્તન રેલીનું સંબોધન
મુરાદાબાદ: આજે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પીએમ મોદી આજે ચોથી પરિવર્તન રેલીને સંબોધશે. રેલીના માધ્યમથી મોદી કાળા નાણાં અંગે દેશભરમાં ચલાવેલાં અભિયાનને તેજ કરવા અને લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે રેલીના માધ્યમથી મોદી નોટબંધી અંગે પોતાના પર લાગતા આરોપો અંગે વિરોધીઓને પણ જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી મામલે સંસદના બંને ગૃહોમાં પણ હોબાળો ચાલી રહ્યો છે. અને વિપક્ષો પીએમ મોદી પાસેથી સ્પષ્ટતા માગી રહ્યા છે.
મોદી આજે મુરાદાબાદના સેક્ટર બેના ગ્રાઉંડમાં હેલીકોપ્ટર મારફતે બપોરે અઢી વાગ્યે સભા સ્થળ પર પહોંચશે. અને 2.45થી લઈને 3.45 સુધી એક કલાક સભાને સંબોધશે.
ઉત્તરપ્રદેશમાં આ પહેલાં મોદીએ 14 નવેંબરે ગાઝીપુરમાં, 20 નવેંબરે આગરામાં અને 27 નવેંબરે કુશીનગરમાં પરિવર્તન રેલીને સંબોધિત કરી હતી...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement