શોધખોળ કરો

PM Modi on ASEAN-India Summit: PM મોદી 28 ઓક્ટોબરે ASEAN-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી મોદી  જી-20 સમિટ પહેલા 18મી ભારત-આસિયાન સમિટ (18th ASEAN-India Summit) અને 16મી પૂર્વ એશિયા સમિટ (16th East Asia Summit)માં ભાગ લેશે.

નવી દિલ્હી:  પ્રધાનમંત્રી મોદી  જી-20 સમિટ પહેલા 18મી ભારત-આસિયાન સમિટ (18th ASEAN-India Summit) અને 16મી પૂર્વ એશિયા સમિટ (16th East Asia Summit)માં ભાગ લેશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી  આ સમ્મેલનમાં હાજરી આપવાને છે.   જેમાં અમેરિકા, રશિયા  અને ચીન સહિત કુલ 18 દેશો સભ્ય તરીકે ભાગ લે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સંમેલનમાં ભાગ લે તેવી પુરી શક્યતા છે. ઈસ્ટ એશિયા કોન્ફરન્સ (ઇએએસ) વ્યૂહાત્મક સંવાદ માટે ઈન્ડો-પેસિફિકનું મુખ્ય મંચ છે. આ પછી બીજા દિવસે એટલે કે 28 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી ભારત-આસિયાન સમ્મેલન સંબોધિત કરશે.

18મી આસિયાન-ભારત શિખર સમ્મેલન આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની સ્થિતિની સમીક્ષા કરશે અને COVID-19 અને આરોગ્ય, વેપાર અને વાણિજ્ય, કનેક્ટિવિટી અને શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. મહામારી પછી આર્થિક સુધારા સહિત મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસની પણ ચર્ચા કરવામાં આવશે. પીએમઓએ કહ્યું કે આસિયાન-ભારત સમિટ વાર્ષિક ધોરણે યોજાય છે અને ભારત અને આસિયાનને ઉચ્ચ સ્તર પર જોડાવાની તક પૂરી પાડે છે.

આ સમ્મેલન દર વર્ષે યોજાય છે, પરંતુ આ વર્ષની વિશેષતા એ છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન સામે ચાલી રહેલી ઘેરાબંધી વચ્ચે પ્રથમ વખત આ સમ્મેલન યોજાઈ રહ્યું છે. આમાં મોટાભાગના દેશો ચીનના જુદા જુદા પાડોશી દેશો છે અને સાઉથ ચાઈના સમુદ્ર અથવા અન્ય વિસ્તારોને લઈને આ દેશોનો ચીન સાથે તણાવ છે. આ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ પહેલીવાર આ સમ્મેલનમાં ભાગ લઈ શકે છે. 

Covid-19 New Variant: ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિયંટ

ભારતમાં હાલ કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. આ દરમિયાન એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોનાનો નવો વેરિયંટ Delta Plus AY.4.2 મળ્યો છે. આ વેરિયંટ બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં તબાહી મચાવી ચુક્યો છે.

સીએસઆઈઆર ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડો.અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે, ભારતમાં પણ AY.4.2  ના કેટલાક મામલા સામે આવ્યા છે. તેના પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે. આ નવો વેરિયંટ કોવિડ વેક્સિનથી બનેલી ઈમ્યુનિટીને નબળી પાડે છે કે નહીં તે અંગે કોઈ પુરાવા નથી.

INSACOGના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ આ વેરિયંટની જાહેરાત કરવામાં આવેશે. INSACOG કોરોનાના જીનોમિક સીક્વેંસ પર કામ કરતી લેબનો એક સમૂહ છે. આ સંસ્થા મુજબ 11 ઓક્ટોબર સુધી ભારતમાં AY વેરિયંટની 4737 નવા મામલા સામે આવી ચુક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોતRajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Embed widget