8 એપ્રિલે તમામ રાજ્યોના CM સાથે બેઠક કરશે PM મોદી, કોરોનાની સ્થિતિ પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલના દિવસોમાં કેટલાક રાજ્યોએ કોરોના સંક્રમણ અટકાવવા નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાના નિર્ણયો કર્યા છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં કોરોનાને લઈને રવિવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 8 એપ્રિલે ફરી એક વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ માધ્યમથી બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલના દિવસોમાં કેટલાક રાજ્યોએ કોરોના સંક્રમણ અટકાવવા નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાના નિર્ણયો કર્યા છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં કોરોનાને લઈને રવિવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
રવિવારે પીએમ મોદીએ એક હાઈ લેવલ બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોના સાથે જોડાયેલા મુદ્દાઓ અને રસીકરણ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પીએમના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડૉક્ટર વિનોદ પોલ પણ હાજર રહ્યા હતા.
ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 3 હજાર 558 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી 478 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમણના આ એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસમાં 81.90 ટકા કેસ આઠ રાજ્યોમાં નોંધાયા છે. જેમાં સૌથી વધુ 55.11 ટકા નવા કેસ અને 46.44 ટકા સંક્રમણથી મોત એકલા મહારાષ્ટ્રમાં થયા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસના 76 ટકા માત્ર પાંચ રાજ્યોમાં છે.
કોરોના સંક્રમણની બીજી લહેર ખૂબ જ ડરામણી છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 3 હજાર 558 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા સંક્રમણના સૌથી વધુ કેસ છે. આ પહેલા સપ્ટેમ્બરમાં 97,894 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 478 લોકોના મોત થયા છે.
24 કલાકમાં નોંધાયેલા કેસમાં 81.90 ટકા માત્ર આઠ રાજ્યોમાંથી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબ છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 57,074 નવા કેસ નોંધાયા છે. જે કુલ નવા કેસના 55.11 ટકા છે. છત્તીસગઢમાં 5,250, કર્ણાટકમાં 4,553, ઉત્તરપ્રેદશમાં 4,136, દિલ્હીમાં 4,033, તમિલનાડુમાં 3,581, મધ્યપ્રદેશમાં 3,178 અને પંજાબમાં 3,006 નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 25 લાખ 89 હજાર 067
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 82 હજાર 136
કુલ એક્ટિવ કેસ - 7 લાખ 41 હજાર 830
કુલ મોત - એક લાખ 65 હજાર 101
કુલ રસીકરણ - 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા.