શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- વેક્સીન લાવવી આપણા હાથમાં નથી, વેક્સીન પર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે
કોરોના વાયરસની સ્થિતિને લઈ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે પ્રધાનમંત્રી મોદીએ બેઠક કરી હતી.
નવી દિલ્હી : કોરોના વાયરસની સ્થિતિને લઈ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે પ્રધાનમંત્રી મોદીએ બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કોરોના વાયરસની રસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, રસી ક્યારે આવશે, તેનો સમય આપણે નક્કી ન કરી શકીયે પરંતુ એ તો વૈજ્ઞાનિકોના હાથમાં છે. આ બેઠકમાં કુલ 8 રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થયા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક લોકો આ મામલે રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ કોઈને રાજનીતિ કરતા રોકી ન શકાય. રસી ક્યારે આવશે, એ વૈજ્ઞાનિકો જ નક્કી કરશે.
દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરીથી એક વખત ઝડપથી વધી રહ્યા છે. તેમાં દેશની રાજધાની દિલ્હી પણ સામેલ છે. ત્યાર બાદ હવે પીએમ મોદીએ કોરોના વાયરસના વધતા કેસને લઈને આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી હતી.
મોદીએ વધુમાં કહ્યું હતું કે RTPCR ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. ગામડાંનાં હેલ્થ સેન્ટર્સ પર વધારે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સિજન જેવી વસ્તુઓ પ્રમાણમાં રહે. જાગૃતતા લાવવાના અભિયાનમાં કોઈ કમી ન રહે. વેક્સિનનું રિસર્ચ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર દરેક ડેવલપમેન્ટને ઝીણવટપૂર્વક જોઈ રહી છે. એ પણ નક્કી નથી કે વેક્સિનનો એક ડોઝ હશે કે બે ડોઝ. કિંમત પણ નક્કી નથી. આ સવાલોના જવાબ અમારી પાસે નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion