શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Speech: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નવેમ્બર સુધી ચાલુ રહેશેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે. લૉકડાઉન થતાંજ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઇને આવી, અને હવે આને નવેમ્બર સુધી લંબાવી લંબાવવામાં આવી રહી છે. આ યોજના અતંર્ગત દેશના 80 કરોડ લોકોને ખાદ્ય-અનાજની સમસ્યા ના પેદા થાય એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
LIVE
Background

16:42 PM (IST) • 30 Jun 2020
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અહીં ચોમાસુ અને ત્યારબાદ ખાસ કરીને ખેતીમાં જ વધારે કામ થાય છે. અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી વધુ રહે છે. જુલાઇથી થોડો થોડો તહેવારોનો પણ માહોલ બનવા લાગશે, અને આગામી દિવસોમાં દેશમાં ઘણાબધા તહેવારો આવવાના છે, 5 જુલાઇએ ગુરુપૂર્ણિમા, બાદમાં ગણેશોત્સવ, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે.
16:40 PM (IST) • 30 Jun 2020
પીએમ મોદીએ કહ્યું કે, એકબાજુ જોઇએ તો અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢીગણા વધારે લોકોને, બ્રિટનની જનસંખ્યાથી 13 ગણા વધારે લોકોને અમારી સરકારે મફત અનાજ આપ્યુ છે, અને હવે આ વ્યવસ્થાને નવેમ્બરના અંત સુધી ચાલુ રાખવામાં આવી રહી છે.
16:38 PM (IST) • 30 Jun 2020
પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે, અને આ દરમિયાન 9 કરોડથી વધારે ખેડૂતોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. સરકારે પુરેપુરી વ્યવસ્થા કરી છે કે ગરીબો અને વંચિતોને આ કોરોના સંકટકાળમાં કોઇ તકલીફ ના પડે
16:30 PM (IST) • 30 Jun 2020
પીએમ મોદીએ કહ્યું કે. લૉકડાઉન થતાંજ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઇને આવી, અને હવે આને નવેમ્બર સુધી લંબાવી લંબાવવામાં આવી રહી છે. આ યોજના અતંર્ગત દેશના 80 કરોડ લોકોને ખાદ્ય-અનાજની સમસ્યા ના પેદા થાય એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
16:28 PM (IST) • 30 Jun 2020
પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી કે એવી સ્થિતિ ના આવે કે કોઇ ગરીબના ઘરમાં ચૂલો ના સળગે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્યના સરકારો હોય, સિવિલ સોસાયટીના લોકો હોય કે કોઇપણ, તમામે પુરો પ્રયાસ કર્યો કે આપણા દેશના ગરીબો ભૂખ્યા ના રહે.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion