શોધખોળ કરો
નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત આવશે, શું છે કાર્યક્રમ, ફરી 12 માર્ચે અમદાવાદ શા માટે આવવાના છે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતના પ્રવાસે છે. તો ફરી 12 માર્ચે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. ગુજરાત પ્રવાસ દરમિયાન શું છે તેમનો કાર્યક્રમ જાણીએ....

6 માર્ચ શનિવારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. શનિવારે કેવડિયામાં ત્રણેય સૈન્યના વડાની કોન્ફરન્સ યોજાઇ રહી છે. પીએમ મોદી આ અવસરે ગુજરાત આવી રહ્યાં છે અને તેઓ ત્રણેય સૈન્ય વડાની કોન્ફરન્સને સંબોધિત કરશે. ત્યારબાદ 12 માર્ચે ફરી પીએમ મોદી અમદાવાદની મુલાકાત લેશે. ઐતહાસિક દાંડી યાત્રાના દિવસે 12 માર્ચે તેઓ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ઉલ્લેખનિય છે કે, 1930 12 માર્ચે મહાત્મા ગાંધીએ મીઠા પર ટેક્સ હટાવવા માટે દાંડી કૂચ કરી હતી. આવનાર 12 માર્ચે ઐતિહાસિક દાંડી કૂચને 91 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. ત્યારે આ અવસરે પીએમ મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે. 40 એકરની જમીનમાં સાબરમતી આશ્રમ ડેવલેપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેકટ 1000 કરોજના ખર્ચે નિર્માણ પામશે. અમદાવાદ પ્રવાસ દરમિયાન પીએમ મોદી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાવશે.
વધુ વાંચો





















