શોધખોળ કરો
Advertisement
મોદી અયોધ્યામાં ભૂમિપૂજન વખતે કેટલા કલાક રોકાશે, આ મંદિરમાં માત્ર 3 મિનિટમાં દર્શન કરીને થઈ જશે રવાના
પીએમ નરેન્દ્ર મોદી આગામી 5મી ઓગસ્ટે એટલે કે ભૂમિ પૂજનના શુભ મૂહુર્તે અયોધ્યા પહોંચશે, અહીં પીએમ મોદી હનુમાનગઢીમાં ત્રણ મિનીટ પૂજા કરશે. જાણકારી અનુસાર પીએ મોદી પાંચ ઓગસ્ટે 11-11:15 વાગે અયોધ્યા પહોંચશે. લગભગ ત્રણ કલાક અહીં રોકાશે. બપોરે લગભગ 2 વાગે અયોધ્યાથી રવાના થઇ જશે
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ માટે ત્રણ દિવસનો સમય જ બાકી રહ્યો છે. કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. ત્યારે પીએમ મોદી ત્યાં કયા કયા મંદિરે જશે અને ક્યાં કેટલો સમય વિતાવશે તેને લઇને રિપોર્ટ સામે આવ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદી આગામી 5મી ઓગસ્ટે એટલે કે ભૂમિ પૂજનના શુભ મૂહુર્તે અયોધ્યા પહોંચશે, અહીં પીએમ મોદી હનુમાનગઢીમાં ત્રણ મિનીટ પૂજા કરશે. જાણકારી અનુસાર પીએ મોદી પાંચ ઓગસ્ટે 11-11:15 વાગે અયોધ્યા પહોંચશે. લગભગ ત્રણ કલાક અહીં રોકાશે. બપોરે લગભગ 2 વાગે અયોધ્યાથી રવાના થઇ જશે.
હનુમાનગઢીના મુખ્ય પુજારી મહંત રાજૂ દાસે જણાવ્યુ કે, વડાપ્રધાન ભૂમિપૂજન માટે આવી રહ્યાં છે. તેમને નક્કી કર્યુ છે કે તે પહેલા હનુમાનગઢીમાં દર્શન કરશે. અહીં ખાસ પૂજાની વ્યવસ્થા કરાશે. અમને 7 મિનીટ આપી છે, આમાં વડાપ્રધાનનુ આવવા જવાનુ મશ્કેલ છે, લગભગ 3 મિનીટ પુજામાં લાગશે.
પીએમ મોદી હનુમાનગઢીમાં પુજા કર્યા બાદ માનસ ભવનમાં પૂર્વ નિર્મિત મંદિર જશે. અહીં ભગાવાન રામની મૂર્તિ રાખવામાં આવી છે. ત્યારબાદ તે ભૂમિ પૂજન માટે રામ જન્મભૂમિ તરફ જશે. કાર્યકાળ સ્થળ પર નાનુ મંચ બનાવવામાં આવી રહ્યુ છે, જ્યાંથી વડાપ્રધાન સંતોને સંબોધિત કરશે. મંચ પર માત્ર 5 લોકો જ રહેશે. પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, યુપીની રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મંચ પર હાજર રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement