શોધખોળ કરો
Advertisement
કાળા નાણા પર PM મોદીની સર્જિકલ સ્ટ્રાઈક, દેશમાં અફરા-તફરીનો માહોલ, 500 અને 1000ની નોટ બંધ
નવી દિલ્લી: પીએમ મોદી દેશને સંબોધિત કરતા કહ્યું કે ભારતે દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આ સરકાર ગરીબોને સમર્પિત છે. છેલ્લા દોઢ વર્ષમાં દેશવાસિઓના સહયોગથી દેશ વિકાસના રસ્તા પર ઝડપથી આગળ વધી રહ્યો છે.
પીએમ મોદી કાળાનાણા પર લગામ લગાવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ આજે 12 વાગ્યાથી લાગૂ પડશે. પીએમ મોદીએ કહ્યું કે, જેની પાસે 500 અને 1000 રૂપિયાની નોટ છે તે 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેંક અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવીને તેના બદલામાં તમારી રકમ લઈ શકો છો.
પીએમે કહ્યું કે 500 અને 1000 હજારની નોટો સિવાય બાકી તમામ નોટ અને સિક્કા બજારમાં ચાલશે અને તેની લેન-દેન થઈ શકશે. તમારી પાસે 50 દિવસનો સમય છે. આ સમય ગાળામાં તમે નોટો બદલાવી શકો છો. પીએમ મોદીએ કહ્યું કે જો કોઈ કારણસર 30 ડિસેમ્બર સુધી લોકો નોટ જમા ન કરાવી શકે, તો તેમને એક છેલ્લો મોકો આપવામાં આવશે. તેમને કહ્યું કે ઈમાનદારીથી પૈસા કમાવનાર નાગરિકોના હિતો માટે પુરી રક્ષા કરવામાં આવશે.
પીએમે જાહેરાત કરી છે કે, 9 અને 10 નવેમ્બરે તમામ એટીએમ મશીન બંધ રહેશે. 11 નવેમ્બરની રાતથી 12 વાગ્યા સુધી નાગરિકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમે ટિકિટ બુકિંગ કાઉંટર, સરકારી બસોની ટિકિટ બુકિંગ કાઉંટર અને હવાઈ મથકો ઉપર પણ માત્ર ટિકિટ ખરીદવા માટે જૂની નોટો માન્ય રહેશે. મોદીએ કહ્યું કે તમારા રૂપિયા તમારા જ રહેશે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
પીએમ મોદીએ કહ્યું કે હવે જલ્દીથી 2000 રૂપિયાની નોટ અને 500ની નવી ડિઝાઈનની નોટોને સર્કુલેશનમાં લાવવામાં આવશે. તેમને કહ્યું કે સરકારે રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટોને સર્કુલેશનમાં લાવવાના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને જનતાના હિતમાં છે.
પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, છેલ્લા દશકાથી અમે એવો અનુભવ કરી રહ્યા છીએ કે દેશમાં ભ્રષ્ટાચાર અને કાળુનાણું નામના બીમારીએ દેશને જકડી રખ્યો છે. ભ્રષ્ટાચાર અને કાળું નાણાને રોકવા માટે સરકાર કડક પગલા ઉઠાવી રહી છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ફરી એકવખત દેશને સંબોધિત કર્યો હતો. હાલ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ફાયરિંગને લઈને પીએમ મોદી દેશને આશ્વાસન આપ્યું હતું. સાથે દેશની હાલની સ્થિતિને લોકો સામે ઉજાગર કરી હતી.
જો કે, આજે પીએમ મોદીની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની આગેવાનીમાં હાઈલેવલ મીટિંગ થઈ હતી. બેઠકમાં પીએમ મોદીની સાથે ત્રણે સેનાઓના પ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ હાજર રહ્યા હતા. સીમા પર ફાયરિંગની ઘટનાઓને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજનાથ સિંહે પણ એક મીટિંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion