શોધખોળ કરો
લેહની હોસ્પિટલમાં ઘાયલ જવાનો સાથે PM મોદીએ કરી મુલાકાત, કહ્યું- સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે તમારું પરાક્રમ
પીએમ મોદીએ કહ્યું કે, આખુ વિશ્વ તમારું પરાક્રમ જોઈ રહ્યું છું. આપણો દેશ ક્યારેય ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. હું આપ જેવા બહાદુરોના કારણે આ કહેવા માટે સક્ષમ છું. હું આજે તમને પ્રણામ કરવા આવ્યો છું. તમને જોઈને પ્રેરણા લઈને જઈ રહ્યો છું.

નવી દિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અચાનક લેહ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ લેહની હોસ્પિટલમાં તે જવાનો સાથે મુલાકાત કરી જે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ઘાયલ થયા હતા. પીએમ મોદીએ જવાનોને મળી મ તેઓનું મનોબળ વધાર્યું . પીએમ મોદીએ કહ્યું કે, આખુ વિશ્વ તમારું પરાક્રમ જોઈ રહ્યું છું. આપણો દેશ ક્યારેય ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. હું આપ જેવા બહાદુરોના કારણે આ કહેવા માટે સક્ષમ છું. હું આજે તમને પ્રણામ કરવા આવ્યો છું. તમને જોઈને પ્રેરણા લઈને જઈ રહ્યો છું. જવાનોને પીએમ મોદીએ કહ્યું, “જો જાંબાજ સૈનિકો આપણને છોડીને ગયા તે કારણવગર નથી ગયા. તમે જડબાતોડ જવાબ આપ્યો. તમારી બહાદુરી આવનારા સમયમાં પ્રેરણ સ્ત્રોત બનશે. તમારા પરાક્રમ પર 130 કરોડ ભારતીયોને ગર્વ છે.” ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે પીએમ મોદી શુક્રવારે અચાનક લેહ પહોંચ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લેહનો પ્રવાસ કરવાના હતા પરંતુ તેમનો પ્રવાસ રદ્દ થયો હતો.
વધુ વાંચો





















