PM Modi New Parliament Building Visit: અચાનક નવા સંસદભવનની મુલાકાતે પહોંચ્યા PM મોદીએ, કામદારો સાથે કરી વાત
PM Modi New Parliament Building Visit: PM મોદી ગુરુવારે (30 માર્ચ) મોડી સાંજે નવા સંસદ ભવનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે એક કલાકથી વધુ સમય વિતાવી વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું.
PM Modi New Parliament Building Visit: PM નરેન્દ્ર મોદી ગુરુવારે (30 માર્ચ) મોડી સાંજે નવા સંસદ ભવનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. PM નરેન્દ્ર મોદી એક કલાકથી વધુ સમય વિતાવી વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંસદના બંને ગૃહોમાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં તેમની કેટલીક તસવીરો સામે આવી છે.
Delhi | PM Narendra Modi went for a surprise visit to the new Parliament building. He spent more than an hour and inspected various works along with observing the facilities coming up at both houses of the Parliament: Sources pic.twitter.com/jecEv7fVBT
— ANI (@ANI) March 30, 2023
પીએમએ બાંધકામ સાથે સંકળાયેલા કામદારો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ દેશોના રાજદૂતોએ હાજરી આપી હતી. નવી ઇમારત સંસદના શિયાળુ સત્ર માટે ઓક્ટોબર 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. નવી સંસદનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે.
Delhi | PM Narendra Modi today went for a surprise visit to the new Parliament building. pic.twitter.com/WAlSWgBdd8
— ANI (@ANI) March 30, 2023
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બાંધકામ ચાલી રહ્યું છે
કેન્દ્ર સરકારે 2019 માં સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં નવી દિલ્હીમાં અન્ય પ્રોજેક્ટ્સ સાથે નવી સંસદ ભવનનું નિર્માણ સામેલ છે. નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર હશે. નવી ઇમારત 150 વર્ષથી વધુના લાઈફસ્પેન માટે ડિઝાઇન કરવામાં આવી છે.
લોકસભા અને રાજ્યસભામાં સભ્યોની બેઠક ક્ષમતા વધશે
લોકસભા અને રાજ્યસભા માટે સૂચિત ચેમ્બરમાં વર્તમાન સ્થાન કરતાં વધુ સભ્યોને સમાવવા માટે મોટી બેઠક ક્ષમતા હશે, કારણ કે ભારતની વધતી જતી વસ્તી અને પરિણામે ભવિષ્યની સીમાંકન સાથે સાંસદોની સંખ્યામાં વધારો થઈ શકે છે. નવા ભવનમાં લોકસભા ચેમ્બરમાં 888 સીટો અને રાજ્યસભા ચેમ્બરમાં 384 સીટો હશે. વર્તમાન સંસદ ભવનની જેમ તેમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. સંયુક્ત સત્રના કિસ્સામાં, લોકસભા ચેમ્બર 1,272 સભ્યોને સમાવી શકાશે. બાકીના બિલ્ડિંગમાં મંત્રીઓની ઓફિસ અને કમિટી રૂમ સાથે 4 માળ હશે.