શોધખોળ કરો
Advertisement
યૂપીના ખેડૂત પરિવારે પ્રધાનમંત્રીને લખ્યો પત્ર, મોદીએ ફોન કરી પુત્રીનું નામ ‘વૈભવી’ રાખવા સુચવ્યું
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સુત્રથી યૂપીના મિર્જાપૂરનું દંપતી એટલું પ્રભાવિત થયું કે તેમણે નિર્ણ કર્યો કે છોકરી થશો તો તેનું નામકરણ પ્રધાનમંત્રી પાસે જ કરાવશે. 13 ઓગષ્ટના રોજ તેમના ઘરે પુત્રીનો જન્મ થયો. બીજા જ દિવસે દંપતીએ પ્રધાનમંત્રીને ચીઠ્ઠી લખી પુત્રીનું નામ રાખવા માટે અનુરોધ કર્યો. પ્રધાનમંત્રીએ તેમની પુત્રીનું નામ વૈભવી રાખી સાથે સાથે દંપતિને ફોન કરીને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
મિર્જાપુર જિલ્લાના સીખડ ક્ષેત્રના હાંસીપુર ગામમાં રહેતા ખેડૂત ભરત સિંહ અને તેની પત્ની વિભા સિંહે પ્રધાનમંત્રીને ચીઠ્ઠીમાં લખ્યું હતું કે તમે છોકરીઓના વિકાસ માટે ધણું કરી રહ્યા છો, અમારી ઈચ્છા છે કે અમારા ઘરે પુત્રીનો જન્મ થયો છે, જેથી અમારી ઈચ્છા છે કે અમારી પુત્રીનું નામ તમે રાખો.
ચીઠ્ઠી મોકલ્યા બાદ 20 ઓગષ્ટના ભરતના મોબાઈલ પર પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો. ભરત સિંહ ખૂશીથી ઝુમી ઉઠ્યો હતો. ભરતે ફોનમાં કહ્યું કે તે કેવી રીતે વિશ્ર્વાસ કરશે કે પ્રધાનમંત્રી સાથે વાત કરશે, ત્યારે સામા પક્ષેથી કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી જ વાત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીનો અવાજ સંભળાયો અને તેમણે આ દંપતિને શુભેચ્છા આપી તેમજ તેની પુત્રીનું નામ વૈભવી રાખવાનું કહ્યું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion