શોધખોળ કરો

Covid-19: મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PM મોદીએ રાજ્ય સરકારોની કરી પ્રશંસા, કહ્યું- આર્થિક ગતિવિધિઓ વધારવી જરૂરી

પીએમ મોદીએ કહ્યું, “કોરોના વાયરસ મહામારી સામે લડવા ભારતની સફળતાને વૈશ્વિક માન્યતા મળી છે. ભારત સરકાર આ મામલે તમામ સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. ”

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા, લોકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા તથા આર્થિક ગતિવિધિઓ શરુ કરવા પર આજે મુખ્યંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી હતી. આ દરમિયાન મોદીએ રાજ્ય સરકારની પ્રશંસા પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, “કોરોના વાયરસ મહામારી સામે લડવા ભારતની સફળતાને વૈશ્વિક માન્યતા મળી છે. ભારત સરકાર આ મામલે તમામ સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. ” મોદીએ કહ્યું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ગ્રામીણ ભારત આ સંકટમાંથી મુક્ત રહે. તેઓએ કહ્યું, “ દેશમાં આર્થિક પ્રવૃતિઓને ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ કામ વધુ ઝડપથી થશે. આપણે કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં હજુ વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. ” આવનારા પડકારો માટે સંતુલિત રણનીતિ બનાવવી પડશે અને લાગુ કરવું પડશે. તમે જે સૂચનો આપશો તેના આધારે આપણે દેશની આગળની દિશા નક્કી કરી શકીશું. પીએમ સાથેની ચર્ચામાં આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી, પંજાબના સીએમ અમરિંદર સિંહ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ સહિત અનેક મુખ્યમત્રીઓ સામેલ થયા હતા. કોરોના સંકટમાં પીએમ મોદીએ પાંચમી વખત મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મળા સીતારમણ અને આરોગ્યમંત્રી હર્ષવર્ધન પણ હાજર રહ્યાં હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Embed widget