PM Security : PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે DGP સહિત પર થઈ શકે છે આકરી કાર્યવાહી
આ તપાસમાં જે લોકો દોષિત ઠરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તેઓ નિવૃત્ત થયા હોય તો પણ તેમનું પેન્શન કાપવામાં આવશે.
![PM Security : PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે DGP સહિત પર થઈ શકે છે આકરી કાર્યવાહી PM Security : Punjab govt to send action taken report on PM security breach to Centre PM Security : PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે DGP સહિત પર થઈ શકે છે આકરી કાર્યવાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/14/9b40601937a6238d0eaceba44c6a0a77167880151472181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Punjab govt to send action : પંજાબમાં ગયા વર્ષે 5 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હતી. પીએમ મોદીની પંજાબના ફિરોઝપુરની મુલાકાત દરમિયાન જ્યારે તેમના કાફલાને 20 મિનિટ માટે ખૂબ જ અસુરક્ષિત વિસ્તારમાં રોકી દેવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે સુરક્ષામાં મોટી ખામી અંગે પંજાબમાં ફરિયાદ નોંધાવી છે. સુરક્ષામાં ગંભીર ચુક બદલ આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ અંગે પંજાબના મુખ્ય સચિવ વીકે જંજુઆએ જણાવ્યું કે, આ મામલે કેન્દ્રને રિપોર્ટ મોકલવામાં આવશે. આ તપાસમાં જે લોકો દોષિત ઠરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તેઓ નિવૃત્ત થયા હોય તો પણ તેમનું પેન્શન કાપવામાં આવશે.
મુખ્ય સચિવ વીકે જંજુઆએ કહ્યું હતું કે, અધિકારીઓને તક આપવામાં આવશે જેથી તેઓ પોતાની વાત રાખી શકે. પહેલા કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે, ત્યારબાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપીથી લઈને પીએમ સુરક્ષામાં ચૂક કરનારા અન્ય 8-9 વરિષ્ઠ અધિકારીઓ સામે આકરી કાર્યવાહી થઈ શકે છે. પીએમ નરેન્દ્ર મોદી ભટિંડાથી હુસૈનીવાલામાં શહીદ સ્મારકની મુલાકાત લેવા જઈ રહ્યા હતા.
પીએમ મોદી 5 જાન્યુઆરી 2022ની સવારે પંજાબના ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને નબળી દૃશ્યતાને કારણે વડાપ્રધાને લગભગ 20 મિનિટ સુધી હવામાન સ્વચ્છ થવાની રાહ જોવી પડી હતી. જ્યારે હવામાનમાં કોઈ સુધરો ના થયો ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જશે. જેમાં બે કલાકથી વધુ સમય લાગશે. હુસૈનીવાલા ખાતેના રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર જ્યારે વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે, કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. જેને પગલે વડાપ્રધાન 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પીએમ મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવતા દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાં.
સુપ્રીમ કોર્ટે પણ કરી હતી મહત્વની ટિપ્પણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મામલામાં સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. આ મામલાની સુનાવણી કરતી વખતે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, ફિરોઝપુર એસએસપી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયા. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, 2 કલાક અગાઉ તેમને પીએમના પ્રવાસ રૂટ વિશે જાણ કરવામાં આવી હોવા છતાં પૂરતા સુરક્ષા દળો ઉપલબ્ધ હોવા છતાં તેઓ તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)