શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
UP: PM મોદી આવતીકાલે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે
આ અવસર પર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં બુંદેલખંડ એક્સપ્રેસ-વે સહિતની યોજનાઓનો શિલાન્યાસ કરશે. ચિત્રકૂટના જિલ્લા વિકાસ અધિકારી આર.કે.ત્રિપાઠીએ કહ્યુ કે, વડાપ્રધાન જિલ્લાના ગોંડા ગામથી 14,716.26 કરોડ રૂપિયાના ખર્ચથી બનનારા 296.07 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ શનિવારે બપોરે દોઢ વાગ્યે કરશે. આ અવસર પર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
ત્રિપાઠીએ કહ્યું કે, પ્રોટોકોલ અનુસાર વડાપ્રધાન પ્રયાગરાજથી હેલિકોપ્ટર મારફતે ચિત્રકૂટના ગોંડા ગામ પહોંચશે અને બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ સ્થળ પર પૂજા અર્ચના કરશે. બાદમાં એક જનસભા સંબોધશે. તેમણે કહ્યુ કે, ત્યારબાદ વડાપ્રધાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરશે. બાદમાં તેઓ દિલ્હી પાછા રવાના થશે. વડાપ્રધાન મોદીએ આ પ્રવાસને લઇને એક ટ્વિટ પણ કર્યું હતું.Coming together for a vibrant agriculture sector. From Chitrakoot tomorrow, 10,000 Farmers Producer Organisations all over the country would be launched. These would help farmers by ensuring access to tech, financial support, markets and more. https://t.co/Pww3gX3dKg
— Narendra Modi (@narendramodi) February 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion