શોધખોળ કરો
PM મોદીના હુંકાર બાદ પાકિસ્તાનમાં ખળભળાટ, POKમાં વિરોધ પ્રદર્શન

નવી દિલ્લી: ગઈકાલે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું હતું કે પીઓકે એટલે પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર પણ ભારતનું છે. આજે ત્યાંથી તસવીર આવી છે કે પાકિસ્તાનની વિરુદ્ધ ત્યાં રહી રહેલા લોકો ગુસ્સામાં છે. પાકિસ્તાનની વિરુદ્ધ લોકોએ સૂત્રોચ્ચાર કર્યો છે. તમને જણાવી દઈએ કે ત્યાં હાલના દિવસોમાં હંગામો ચાલી રહ્યો છે. ગિલગિટની તસ્વીર સામે આવી છે. જ્યાં લોકોએ પ્રદર્શન કરી પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો છે. કાલે મુજફ્ફરબાદથી પણ તસ્વીર આવી હતી. ત્યાં પણ સૂત્રોચ્ચાર થયો હતો. લોકોનો ગુસ્સો પાકિસ્તાની સુરક્ષા સૈન્યની તે કાર્યવાહી પછી બહાર આવ્યો છે જેમાં તેમને 500થી વધુ યુવકોની ધરપકડ કરી લીધી હતી.
Before You Go
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ






















