શોધખોળ કરો
નિકિતા મર્ડર કેસમાં ત્રીજા શખ્સની ધરપકડ, હથિયાર આપનારા અઝરૂને પોલીસે ઝડપ્યો
નિકિતા તોમરને ગોળી મારનારા આરોપી તૌસીફને વારદાતમાં વાપરવામાં આવેલો દેશી તમંચો આપનારા અઝરૂ નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે
નવી દિલ્હીઃ ફરીદાબાદની નિકિતા તોમર મર્ડર કેસમાં પોલીસે ત્રીજી ધરપકડ કરી છે, નિકિતા તોમરને ગોળી મારનારા આરોપી તૌસીફને વારદાતમાં વાપરવામાં આવેલો દેશી તમંચો આપનારા અઝરૂ નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ફરિદાબાદ પોલીસે જણાવ્યુ કે કેટલીય જગ્યાએ દરોડા પાડ્યા બાદ અઝરૂને નૂંહ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
હત્યાના મુખ્ય આરોપી તૌસીફ અને તેના સાથી રેહાનને પોલીસે પહેલા જ પકડી લીધા છે. ફરિદાબાદના વલ્લભગઢમાં 26 ઓક્ટોબરે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ રસ્તાં પર ધોળાદિવસે તૌસીફે પોતાના સાથી રેહાનની સાથે મળીને નિકિતા તોમરના માથામાં ગોળી મારી દીધી હતી. રિમાન્ડામાં પુછપરછ દરમિયાન તૌસીફે પોતાનો ગુનો કબુલી લીધો છે.
આ હત્યાકાંડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં તૌસીફ પહેલા તો નિકિતા તોમરનુ અપહરણ કરવાનો પ્રયાસ કરતો દેખાઇ રહ્યો છે, પરંતુ સફળ ના થવાથી તેના માથામાં ગોળી મારીને ત્યાંથી સફેદ રંગની કારમાં ફરાર થઇ જાય છે. આ મામલામાં પોલીસે ગાડી અને હત્યામાં વાપરવામાં આવેલા હથિયારને જપ્ત કરી લીધુ છે.
એસઆઇટીએ શરૂ કરી તપાસ
એસઆઇટીએ નિકિતા તોમર હત્યાકાંડની તપાસ શરૂ કરી દીધી છે. બુધવારે એસઆઇટીની ટીમ પુછપરછ માટે નિકિતા તોમરના ઘરે પહોંચી હતી, એસઆઇટી તૌસીફનો મોબાઇલ ફોન શોધવામાં લાગી છે. બુધવારે એસઆઇટીની ટીમ તૌસીફને લઇને તેનો મોબાઇલ ફોન શોધવા પણ નીકળી હતી, ખરેખરમા નિકિતા તોમરની હત્યા બાદ તૌસીફે પોતાનો ફોન તોડીને ક્યાંક ઠેકાણે કરી દીધો છે, જેને હવે એસઆઇટી શોધી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement