શોધખોળ કરો

પોલીસ સ્ટેશનમાં વીડિયો રેકોર્ડ કરવો ગુનો નથી, બૉમ્બે હાઇકોર્ટનો નિર્ણય

પોતાના આદેશમાં બેન્ચે OSAની કલમ 3 અને કલમ 2 (8) નો ઉલ્લેખ કર્યો હતો

મુંબઈ: બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે પોલીસ સ્ટેશનમાં વિડિયો રેકોર્ડિંગને ગુનો ગણ્યો ન હતો. કોર્ટે કહ્યું હતું કે પોલીસ સ્ટેશનને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ નિર્ધારિત પ્રતિબંધિત જગ્યામાં સામેલ કરવામાં આવ્યું નથી, તેથી તેની અંદર વીડિયો રેકોર્ડિંગને ગુના તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં. જસ્ટિસ મનીષ પીટાલે અને જસ્ટિસ વાલ્મિકી મેનેજેસની ડિવિઝન બેન્ચે આ વર્ષે જૂલાઈમાં રવીન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિ વિરુદ્ધ ઑફિશિયલ સિક્રેટ એક્ટ (OSA) હેઠળ માર્ચ 2018માં એક પોલીસ સ્ટેશનની અંદર વીડિયો રેકોર્ડ કરવા માટે નોંધાયેલા કેસને રદ કર્યો હતો.

પોતાના આદેશમાં બેન્ચે OSAની કલમ 3 અને કલમ 2 (8) નો ઉલ્લેખ કર્યો હતો  જે પ્રતિબંધિત સ્થળોએ જાસૂસી કરવા સંબંધિત છે.  બેન્ચે નોંધ્યું હતું કે પોલીસ સ્ટેશન એ કાયદામાં ખાસ ઉલ્લેખિત પ્રતિબંધિત સ્થળ નથી. કોર્ટે કહ્યું કે, ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 2 '8'માં આપવામાં આવેલી પ્રતિબંધિત જગ્યાની વ્યાખ્યા સુસંગત છે. આ એક સંપૂર્ણ વ્યાખ્યા છે, જેમાં પોલીસ સ્ટેશનને એક સ્થળ અથવા સ્થાપના તરીકે સમાવતું નથી કે જેને પ્રતિબંધિત સ્થળ તરીકે ગણવામાં આવે.

ઉપરોક્ત જોગવાઈઓને ધ્યાનમાં લેતા અદાલતનું માનવું છે કે અરજી દાખલ કરનાર વ્યક્તિ સામે કથિત ગુનાનો કેસ કરવામાં આવતો નથી. ફરિયાદ અનુસાર, ઉપાધ્યાય તેમની પત્ની સાથે વર્ધા પોલીસ સ્ટેશનમાં તેમના પાડોશી સાથેના વિવાદના સંબંધમાં પહોંચ્યા હતા. ઉપાધ્યાયે પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ ઉપાધ્યાય સામે પણ વળતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે સમયે પોલીસને ખબર પડી કે ઉપાધ્યાય પોતાના મોબાઈલ ફોનમાંથી પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી ચર્ચાનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે. કોર્ટે એફઆઈઆર રદ કરી હતી અને મામલામાં ઉપાધ્યાય સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

મહેસાણાની યુવતીએ પ્રેમપ્રકરણમાં કરી લીધો આપઘાત

મહેસાણાના અબાસણ ગામની એક યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીને એક યુવક સાથે પ્રેમ થતા યુવકે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. લાગણજ પોલીસ મથકમાં પ્રેમી કેવિન પટેલ નામના યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

આ અંગેની વિગતો એવી છે કે, અબાસણ ગામની યુવતીને કેવિન નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. યુવતી પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી. જોકે, પ્રેમીએ લગ્ન માટે ઇનકાર કરી દેતા યુવતીને લાગી આવ્યું હતું. તેમજ પ્રેમપ્રકરણમાં હતાશ થયેલી યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે લાગણજ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget