શોધખોળ કરો

Maharashtra Politics: આજે સાંજે રાજીનામુ આપી શકે છે સીએમ ઉદ્વવ ઠાકરે, શરદ પાવર સાથેની બેઠક બાદ નિર્ણય

કોંગ્રેસના સુત્રો બતાવે છે કે સરકાર અલ્પમતમાં આવી ચૂકી છે, અને આનાથી કોંગ્રેસ અવગત છે.

Maharashtra CM Uddhav Thackeray Resign: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રિપોર્ટ્સનુ માનીએ તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) આજે 22 જૂને સાંજે એક મોટો ફેંસલો લઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સીએમ ઉદ્વવ ઠાકરે આજે મોડી સાંજે રાજીનામુ આપી શકે છે.

ઉદ્વવ ઠાકરે પહેલા પોતાના બચેલા ધારાસભ્યો અને સાંસદોની મુલાકાત કરશે અને તેને પોતાની સ્થિતિ બતાવશે. આની સાથે જ સીએમ ઉદ્વવ ઠાકરે મોટો ફેંસલો લેતા પહેલા એનસીપી (NCP) અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) સાથે એકલામાં પણ બેઠક કરશે. 

આ ઉપરાંત ઉદ્વવ ઠાકરે કોંગ્રેસ (Congress) દળના નેતા બાલા સાહેબ થોરાત સાથે પણ સ્થિતિ સ્પષ્ટ કરશે. ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપશે એ શરદ પવાર સાથેની મુલાકાત બાદ નક્કી થઇ શકે છે. 

કોંગ્રેસના સુત્રો બતાવે છે કે સરકાર અલ્પમતમાં આવી ચૂકી છે, અને આનાથી કોંગ્રેસ અવગત છે. વળી આ બધાની વચ્ચે શિવસેના (Shivsena) નેતા સંજય રાઉતે (Sanjay Raut) મહારાષ્ટ્રમાં હાલની રાજકીય સ્થિતિને લઇને મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા છે. સંજય રાઉતે ટ્વીટ કરીને લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય સંકટ વિધાનસભા ભંગ કરવા તરફ વધી રહ્યુ છે. 

Uddhav Thackeray Covid-19 Positive : રાજ્યપાલ પછી મુખ્યમંત્રી ઉદ્ધવ પણ થયા કોરોના સંક્રમિત
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા છે. કમલનાથે ઉદ્ધવ ઠાકરે સંક્રમિત થયા હોવાની માહિતી આપી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને કોરોના થતાં HN Reliance હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા છે.  

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી હોસ્પિટલમાં દાખલ- 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી મંગળવાર-બુધવારની મધ્યરાત્રિએ કોરોના સંક્રમિત થયા હતા. મોડી રાત્રે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

એકનાથ શિંદે દાવો કરે છે કે તેમની પાસે 40 ધારાસભ્યો છે

શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે. આ દરમિયાન એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો કે, અમારી સાથે 40 ધારાસભ્યો છે. આ દરમિયાન ઘણા ધારાસભ્યો વિજય ચિહ્ન બતાવતા જોવા મળ્યા, જ્યારે ઘણાએ હાથ જોડી દીધા.

મહારાષ્ટ્રની રાજનીતિ પર મોટું નિવેદન આપતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ થવાની દિશામાં છે. ઉદ્ધવ સરકાર પર તોળાઈ રહેલા જોખમને ધ્યાનમાં રાખીને, MVA ના ઘટકો એક્શનમાં આવ્યા છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ યોજાવા જઈ રહી છે. સાથે જ એનસીપી ચીફ શરદ પવાર પણ ઉદ્ધવ ઠાકરેને મળશે. આ સિવાય શરદ પવારે આજે NCP ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે. આ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ યોજાવા જઈ રહી છે.

ઉદ્ધવ સરકાર પર તોળાઈ રહેલા જોખમને ધ્યાનમાં રાખીને, MVA ના ઘટકો એક્શનમાં આવ્યા છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ યોજાવા જઈ રહી છે. સાથે જ એનસીપી ચીફ શરદ પવાર પણ ઉદ્ધવ ઠાકરેને મળશે. આ સિવાય શરદ પવારે આજે NCP ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે. આ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ યોજાવા જઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget