Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. હરિયાણામાં પણ 90 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, પરંતુ અહીં માત્ર એક જ તબક્કામાં મતદાન થયું હતું.
હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે શનિવાર (5 ઓક્ટોબર, 2024)ના રોજ એગ્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે. તમામ એગ્ઝિટ પોલ બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનવાની આગાહી કરી રહ્યા છે. તેમના અનુસાર કોંગ્રેસના ખાતામાં 40થી 50 બેઠકો જઈ શકે છે. જોકે, BJPના ખાતામાં પણ 20 25 બેઠકો જઈ શકે છે. હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે શનિવારે એક જ ફેઝમાં મતદાન થયું હતું. હરિયાણામાં 2014થી ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર છે અને 2014થી 11 માર્ચ 2024 સુધી મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી પદ પર હતા, પરંતુ હાલમાં નાયબ સિંહ પદ સંભાળી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો બધાને અહીંના પરિણામોની આતુરતાથી રાહ છે. તેનું કારણ એ છે કે 10 વર્ષ બાદ અહીં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે અને બીજું એ કે છ વર્ષ બાદ જમ્મુ કાશ્મીરને મુખ્યમંત્રી મળશે. છેલ્લા મુખ્યમંત્રી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી હતા, જેઓ 4 એપ્રિલ, 2016થી 19 જૂન 2018 સુધી CM પદ પર રહ્યા. ત્યારબાદથી અહીં લેફ્ટિનેન્ટ જનરલનું શાસન છે. જમ્મુ કાશ્મીરની ચૂંટણી અંગે લોકોમાં જે ઉત્સુકતા જોવા મળી રહી છે તેનું એક અન્ય કારણ એ પણ છે કે 2019માં કલમ 370 અને 35A હટ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. ચાલો હવે જાણીએ કે જમ્મુ કાશ્મીર અને હરિયાણા માટે તમામ એગ્ઝિટ પોલના પરિણામો શું કહે છે
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી Exit Poll:
MATRIZE એગ્ઝિટ પોલ
કોંગ્રેસ + NC- 28-30
BJP 28-30
PDP - 05-07
અન્ય - 08-16
દૈનિક ભાસ્કર એગ્ઝિટ પોલ
કોંગ્રેસ + NC- 35-40
BJP- 20-25
PDP - 04-07
અન્ય - 12-16
એક્સિસ માય ઈન્ડિયા
કોંગ્રેસ + NC- 35-41
BJP- 24-34
PDP - 04-06
અન્ય - 08-23
ઈન્ડિયા ટુડે સી-વોટર એગ્ઝિટ પોલ
કોંગ્રેસ + NC- 40-48
BJP- 25-27
PDP - 06-12
અન્ય - 06-11
પીપલ્સ પલ્સ એગ્ઝિટ પોલ
કોંગ્રેસ + NC- 46-50
BJP- 23-27
PDP - 07-11
અન્ય - 04-06
મૅટ્રિઝ એગ્ઝિટ પોલ
કોંગ્રેસ + NC- 28-30
BJP- 28-30
PDP - 05-07
અન્ય - 08-16
હરિયાણા વિધાનસભા ચૂંટણી Exit Poll:
MATRIZE એગ્ઝિટ પોલ
કોંગ્રેસ- 55-62
BJP- 18-24
JJP- 0-3
અન્ય- 02-05
દૈનિક ભાસ્કર એગ્ઝિટ પોલ
કોંગ્રેસ- 44-54
BJP- 15-29
INLD+- 01-05
અન્ય- 06-09
ઈન્ડિયા ટુડે સી-વોટર એગ્ઝિટ પોલ
કોંગ્રેસ + NC- 50-58
BJP- 20-28
JJP - 0-02
INLD+- 0
અન્ય - 0
પીપુલ્સ પલ્સ એગ્ઝિટ પોલ
કોંગ્રેસ- 49-61
BJP- 20-32
INLD+- 02-03
JJP- 0-01
AAP- 0
અન્ય- 03-05
મૅટ્રિઝ એગ્ઝિટ પોલ
કોંગ્રેસ- 55-62
BJP- 18-24
INLD+- 03-06
JJP- 0-03
AAP- 0
અન્ય- 02-05
ધ્રુવ રિસર્ચ
કોંગ્રેસ- 50-64
BJP- 22-32
INLD+- 0
JJP- 0
AAP- 0
અન્ય- 02-08