શોધખોળ કરો
Advertisement
RSS બાદ BJPના કાર્યક્રમમાં પહોંચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી આરએસએસના કાર્યક્રમ બાદ હવે ભાજપના કાર્યક્રમાં પહોંચ્યા હતા. રવિવારે ગુરુગ્રામમાં ભાજપના એક કાર્યક્રમમાં પ્રવણ મુખર્જી ભાગ લીધો હતો. તે દરમિયાન તેમની સાથે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા. પ્રવણ મુખર્જી અને મનોહર લાલ ખટ્ટરે ગુરુગ્રામના હરચંદપુર અને સ્માર્ટ ગ્રામ પરિયોજના અંતર્ગત અનેક પ્રોજેક્ટનું ઉદ્ધઘાટન કર્યું.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીએ પોતાના કાર્યકાળ દરમિયાન હરચંદપુર ગામને દત્તક લીધું હતું. ગામને આદર્શ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગ્રામ સચિવાલયમાં વાઈફાઈથી લઈને ડિજિટલ સ્ક્રીન સુવિધા ઉપલ્ધ કરાવાશે.
ઉલ્લેખનીય છે કે આ બીજી વખત છે કે જ્યારે પ્રણવ મુખર્જી ભાજપ કે તેની જોડાયેલા સંગઠનના કાર્યક્રમમાં ભાગ લીધો હોય. આ અગાઉ પણ જૂનમાં પ્રવણ મુખર્જી એ નાગપુરમાં આરએસએસ મુખ્યાલયના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે પહોંચ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં જવાને લઈને વિવાદ પણ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
Advertisement