શોધખોળ કરો
Advertisement
અવમાનના કેસઃ પ્રશાંત ભૂષણે SCમાં પુનઃવિચાર અરજી દાખલ કરી, એક રૂપિયાનો દંડ જમા કરાવ્યો
કોર્ટની અવમાનના કેસમાં દોષિત પ્રશાંત ભૂષણે એક રૂપિયાનો દંડ બેન્ક ડ્રાફ્ટના રૂપમાં આજે ભર્યો હતો.
નવી દિલ્હીઃ - ત્યારબાદ તેમણે ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી દાખલ કરી હતી. તેમણે એક રૂપિયો જમા કરાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કહ્યું હતું કે એવું નથી કે અમે ચુકાદો સ્વીકાર્યો છે. પુનઃવિચાર અરજી દાખલ કરીશ.
સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટના રોજ પોતાની અવમાનના મામલામાં વકીલ પ્રશાંત ભૂષણને એક રૂપિયાના દંડની સજા આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, જો પ્રશાંત ભૂષણ આ દંડ 15 સપ્ટેમ્બર સુધી જમા નહી કરાવે તો તેઓને 3 મહિના સુધી જેલમાં મોકલવવામાં આવશે. ત્રણ વર્ષ સુધી વકીલાત પર પણ પ્રતિબંધ લગાવાશે.
27 જૂન અને 29 જૂનના રોજ પ્રશાંત ભૂષણે વર્તમાન ચીફ જસ્ટિસ અને 4 પૂર્વ ચીફ જસ્ટિસ પર બે વિવાદીત ટ્વિટ કર્યા હતા. કોર્ટે આ વાત પર સંજ્ઞાન લેતા તેમની પાસે જવાબ માંગ્યો હતો.
તેમણે નિવેદન પર સ્પષ્ટતા કરતા જે જવાબ દાખલ કર્યો તેમાં જજો પર વધુ આરોપ લગાવ્યા. કોર્ટે આ સ્પષ્ટીકરણને અસ્વીકાર કરતા 14 ઓગસ્ટના રોજ તેમને અવમાનના દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમને વિના શરત માફી માંગવા સમય આપ્યો પરંતુ ભૂષણે તેમ કરવાનો ઇનકાર કરી દીધો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement