(Source: ECI/ABP News/ABP Majha)
સરકાર બનશે અને પ્રશાંત કિશોર કરી દેશે આ 5 મોટા કામ, જાહેરાતથી NDA અને I.N.D.I.A ગઠબંધનનું વધ્યું ટેન્શન!
Prashant Kishor: પાંચ મોટી જાહેરાતોમાં પ્રશાંત કિશોરે શિક્ષણ વ્યવસ્થા, રોજી રોજગારથી લઈને વૃદ્ધો સુધીના વિષે વિચાર્યું છે. ખેડૂતોની આવક કેવી રીતે વધે તેનો પ્લાન તેમણે તૈયાર કર્યો છે.
Prashant Kishor News: બિહારમાં જન સુરાજ (Jan Suraaj)ની સરકાર કેવી રીતે બને તેની પૂરી તૈયારીમાં પ્રશાંત કિશોર લાગેલા છે. આવતા વર્ષે (2025) બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે અને તેમણે જાહેરાત કરી દીધી છે કે તમામ 243 બેઠકો પર પાર્ટી લડશે. આ પહેલાં 2 ઓક્ટોબરે જન સુરાજના નામથી પાર્ટીની રચના થશે. તેની પણ તેઓ તૈયારી કરી રહ્યા છે. આવા સંજોગોમાં સરકારમાં આવ્યા પહેલાં પ્રશાંત કિશોર લોકોને ઘણા મોટા વચનો આપી રહ્યા છે. એવા વચનો કે જેનાથી NDA અને INDIA ગઠબંધનની ચિંતા વધી શકે છે. તેમણે પાંચ એવી મોટી જાહેરાતો કરી છે જે સામાન્ય લોકોના હિતમાં છે અને જો જન સુરાજની સરકાર બને તો પીકેએ દાવો કર્યો છે કે આ બધા કામ તેઓ કરશે.
પ્રશાંત કિશોર જે પાંચ મોટા કામ કરશે તેના વિશે શનિવારે (17 ઓગસ્ટ) જન સુરાજના X (ટ્વિટર) હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી છે. આ પાંચ મોટી જાહેરાતોમાં પ્રશાંત કિશોરે શિક્ષણ વ્યવસ્થા, રોજી રોજગારથી લઈને વૃદ્ધો સુધીના વિષે વિચાર્યું છે. ખેડૂતોની આવક કેવી રીતે વધે તેનો પ્લાન તેમણે તૈયાર કર્યો છે. નીચે તેમની પાંચ મોટી જાહેરાતો વાંચો.
जन सुराज आएगा, 5 चीज हो जाएगा pic.twitter.com/Vb3eW2XfAt
— Jan Suraaj (@jansuraajonline) August 17, 2024
પ્રશાંત કિશોરના વચનો પર એક નજર કરો
1) યુવાનોનું સ્થળાંતર બંધ: બિહારમાં જ યુવાનો માટે 10-15 હજારના રોજી રોજગારની ગેરંટી.
2) વૃદ્ધોને 2000 પેન્શન: 60 વર્ષથી ઉપરની દરેક મહિલા પુરુષને 2000 રૂપિયા દર મહિને પેન્શન તરીકે આપવામાં આવશે.
3) મહિલાઓને સસ્તું ઋણ: સરકારી ગેરંટી પર મહિલાઓને વ્યવસાય કરવા માટે 4% વ્યાજે નાણાં.
4) બાળકો માટે વિશ્વસ્તરીય શિક્ષણ: 15 વર્ષ સુધીના દરેક ગરીબ બાળક માટે મફત શિક્ષણની વ્યવસ્થા.
5) ખેડૂતોને ખેતીથી વધુ સારી કમાણી: રોકડિયા પાકોની ખેતી કરતા ખેડૂતો માટે મજૂરોની મફત વ્યવસ્થા.
જણાવી દઈએ કે પ્રશાંત કિશોર જન સુરાજ પદયાત્રા અંતર્ગત ગામોમાં જઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. આ પદયાત્રા તેઓ લગભગ બે વર્ષથી કરી રહ્યા છે. તેમની ચૂંટણી જાહેરાત અને 2025માં મેદાનમાં ઉતરવાથી NDA અને INDIA ગઠબંધનના શિબિરમાં ટેન્શન વધવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.