દેશમાં બીજેપીને ટક્કર આપવા કોંગ્રેસની નવી રણનીતિ, પ્રશાંત કિશોરની કરાવાશે પાર્ટીમાં એન્ટ્રી, જાણો
સુત્રો અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓની સાથેની બેઠકમાં તમામને એ બતાવી દીધુ કે પ્રશાંત કિશોર જલદી કોંગ્રેસમાં સામેલ થશે અને 2024ની ચૂંટણીની રણનીતિ બનાવશે.
નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલી બીજેપીના વ્યાપકને ધ્યાન રાખી વિપક્ષો પોતાની પાર્ટીમાં નવી નવી રણનીતિ સાથે આગામી ચૂંટણીમાં ઉતરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે કોંગ્રેસમાં અચાનક વધેલી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભૂમિકાએ તમામનુ ધ્યાન ખેંચ્યુ છે, આ બધાની વચ્ચે એ પણ સ્પષ્ટ થઇ ગયુ છે કે દેશમાં એકદમ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસ પાર્ટીએ એકબાજુ પ્રશાંત કિશોરની અંદર જ બીજેપીનો કાટ શોધી કાઢ્યો છે.
સુત્રો અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે પાર્ટી નેતાઓની સાથેની બેઠકમાં તમામને એ બતાવી દીધુ કે પ્રશાંત કિશોર જલદી કોંગ્રેસમાં સામેલ થશે અને 2024ની ચૂંટણીની રણનીતિ બનાવશે.
છેલ્લા 4 દિવસોથી દરરોજ પ્રશાંત કિશોર સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર સોનિયા ગાંધી સહિત પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠક પણ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે માત્ર પહેલી બેઠક બાદ ખુદ રાહુલ ગાંધી વિદેશ ચાલ્યા ગયા હતા, તેમ છતાં ભલે ભવિષ્યની રણનીતિ નક્કી કરવાને લઇને તમામ નેતાઓની સાથે બેઠક હોય કે પછી હિમાચલ ચૂંટણીને લઇને થયેલી બેઠક કે પછી સોનિયા ગાંધીના ઘરે થયેલી કમલનાથ અને દિગ્વિજય સિંહની ઉપસ્થિતિમાં મધ્યપ્રદેશને લઇને બેઠક, પ્રશાંત કિશોર એક પછી એક કોંગ્રેસની રણનીતિ બનાવવામા મોટી ભૂમિકા નિભાવી રહ્યાં છે.
આ સિલસિલામાં બુધવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ દિલ્હી પહોંચ્યા અને પ્રશાંત કિશોરની હાજરીમાં સોનિયા ગાંધીના નિવાસ પર બન્ને રાજ્યોમાં કોંગ્રેસની રણનીતિ પર ચર્ચા થઇ.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની હાજરીમાં 10 જનપશ પર થયેલી મોટા નેતાઓ સાથેની પહેલી જ બેઠકમાં પ્રશાંત કિશોરે પોતાના પ્રેઝન્ટેશનમાં તે રાજ્યોમાં બીજા પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધ કરવાની પેરવી પણ કરી હતી, જ્યાં જ્યાં કોંગ્રેસ કમજોર છે.
આ પણ વાંચો.......
IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો
હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો
સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે
ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત