IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો
IPLની આ વખતની સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ રહી છે. આ સિઝનમાં મુંબઈએ અત્યાર સુધી એક પણ જીત મળી નથી.
IPL 2022: આ વખતની સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ રહી છે. આ સિઝનમાં મુંબઈએ અત્યાર સુધી એક પણ જીત મળી નથી. આ દરમિયાન હવે આવતીકાલે ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઈંડિયન્સની મેચ રમાવાની છે. આ મેચ પહેલાં પ્રેક્ટિસ કરી રહેલી મુંબઈ ઈંડિયન્સની ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મધમાખીઓએ હુમલો કર્યોઃ
ચેન્નાઈ સામેની મેચ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન મેદાનની ઉપર મધમાખીઓ ચડી આવી હતી. અચનાક આવી ગયેલી મધમાખીઓથી બચવા માટે ખેલાડીઓ મેદાન પર સૂઈ ગયા હતા. મધમાખીઓ ગયા પછી ખેલાડીઓએ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
To bee or not to bee in training was a question yesterday! 😅🐝#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/qaTaHjjca6
— Mumbai Indians (@mipaltan) April 20, 2022
ચેન્નાઈ સામે મુંબઈની ટક્કરઃ
ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામ-સામે ટકરાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં હજી સુધી જીતનું ખાતું ખોલ્યું નથી અને ટીમ સીઝનની પ્રથમ જીત મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ રવિન્દ્ર જાડેજાના સુકાનીપદે રમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની સફર પણ ખરાબ જ રહી છે. ચેન્નાઈ અત્યાર સુધી 6 મેચમાંથી માત્ર 1 જ મેચ જીતી શકી છે. જો ચેન્નાઈની ટીમ આજે હારી જાય છે તો તે, મુંબઈ બાદ પ્લેઓફમાંથી બહાર થનારી બીજી ટીમ બની શકે છે. બંને ટીમોમાં જબરદસ્ત ખેલાડીઓ છે, તેથી આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની પુરી શક્યતા છે.
આ પણ વાંચોઃ