Vaccination for Pregnant Women: પ્રેગ્નેન્ટ મહિલાઓ પણ લઈ શકશે કોરોનાની રસી ? જાણો વધુ વિગતો
મંત્રાલયે કહ્યું કે પ્રેગ્નેન્ટ મહિલાઓ હવે CoWin પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો નજીકના રસીકરણ કેંદ્ર (CVC)માં જઈ રસી લઈ શકે છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઇમ્યુનાઇઝેશન પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથની ભલામણો સ્વીકારી છે. મંત્રાલયે કહ્યું કે પ્રેગ્નેન્ટ મહિલાઓ હવે CoWin પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો નજીકના રસીકરણ કેંદ્ર (CVC)માં જઈ રસી લઈ શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિન લગાવવા સંબંધી ટેકીનીકલ એડવાઇઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઈજેશન (NTAGI) ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની આ મંજૂરી બાદ કોઈ પણ ગર્ભવતી મહિલા COWIN પોર્ટલ પરથી વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરી શકે છે અને જો રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો સેન્ટર પર જઈ વેક્સિન લઈ શકે છે.
આરોગ્ય મંત્રાલયે વધુમાં ઉમેર્યું, "સગર્ભા સ્ત્રીઓને રસી આપવાની ઓપરેશનલ માર્ગદર્શિકા, તબીબી અધિકારીઓ અને એફએલડબ્લ્યુ માટે પરામર્શ કિટ, અને જાહેર જનતા માટે IEC સામગ્રીને તેના અમલીકરણ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે શેર કરવામાં આવી છે."
મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય ગર્ભવતી મહિલાઓને કોવિડ રસીકરણ લેવાની જાણકારી આપવા પસંદગી કરે છે.
સગર્ભા સ્ત્રીઓમાં વાયરસનો ચેપ લાગવાનું જોખમ વધારે છે, જેનું પરિણામ આરોગ્યની ઝડપથી બગડવાની અને ગર્ભને પણ અસર કરી શકે છે.
મહિલાઓને કોવિડ -19 રસી લેવાની પ્રક્રિયા અન્ય લાભાર્થીઓ જેવી છે જેઓ રસી મેળવવા માટે પાત્ર છે. સગર્ભા સ્ત્રીઓ સરકારી અથવા ખાનગી રસીકરણ કેન્દ્રમાં જઈ CoWin પર નોંધણી કરાવી શકે છે અથવા નજીકના કેન્દ્રમાં જઈ રસી લઈ શકે છે.
આ મહિલાઓને વેક્સિન આપવા માટેણી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં મેડિકલ ઓફિસર્સ અને FLWs માટે કાઉન્સેલીંગ કીટ અને બીજા બધા જ લોકોને આપવામાં આવતું IEC મટિરિયલ બધા જ રાજ્યોને આપવામાં આવશે.
ICMRના રિપોર્ટ અનુસાર હાલમાં જ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, તે મુજબ કોરોના વાયરસની બીજી લહેરમાં ગર્ભવતી મહિલા અને થોડા સમય પેહલા જ બાળકોને જન્મ આપનાર મહિલાઓ પર વધુ અસર થઈ હતી. ગંભીર લક્ષણ વાળા કેસ અને મૃત્યુ દર પણ પહેલી લહેરના મુકાબલે આ લહેરમાં વધુ હતા.