Presidential Election Result: દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં ભારે ક્રોસ વોટિંગ, આજે મળવા પહોંચશે NDAના તમામ મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષ પાર્ટીઓને ક્રોસ વોટિંગના કારણે મોટો ઝટકો લાગ્યો છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની ગયા છે.
Presidential Election Result: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષ પાર્ટીઓને ક્રોસ વોટિંગના કારણે મોટો ઝટકો લાગ્યો છે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ક્રોસ વોટિંગના કારણે મોટી જીત મળી છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની ગયા છે.
Secretary General of Rajya Sabha and the Returning Officer for Presidential Election 2022, PC Mody hands over the certificate to President-elect #DroupadiMurmu at her residence in Delhi. pic.twitter.com/Bvq6sn1gpT
— ANI (@ANI) July 21, 2022
ભાજપના નેતૃત્વમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની શરૂઆતથી જ જીતની અપેક્ષા હતી. દ્રૌપદી મુર્મૂને લગભગ 64.23 ટકા મત મળ્યા. દ્રૌપદી મુર્મુના સમર્થનમાં લગભગ અડધો ડઝન એનડીએ પક્ષો સિવાયના 17 સાંસદો અને લગભગ 104 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
એનડીએના તમામ મુખ્યમંત્રી આજે મળવા પહોંચશે
હાલમાં એનડીએના તમામ મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને પ્રદેશ અધ્યક્ષ નવા ચૂંટાયેલા પ્રમુખ દ્રૌપદી મુર્મૂને મળવા માટે આજે દિલ્હી આવશે. આ સિવાય જે રાજ્યોમાં ભાજપ વિપક્ષમાં છે ત્યાંના નેતાઓ અને ધારાસભ્યો મુર્મૂને મળવા અને અભિનંદન આપવા દિલ્હી પહોંચશે. ભાજપના તમામ પ્રદેશ અધ્યક્ષો પણ નવા ચૂંટાયેલા પ્રમુખ દ્રૌપદી મુર્મૂને અભિનંદન આપવા દિલ્હી આવી રહ્યા છે.
મુર્મૂના નિવાસસ્થાને VIP લોકોનો મેળાવડો થશે
આ દિવસે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના નિવાસસ્થાન પર તેમને અભિનંદન આપવા માટે સવારથી જ વીઆઈપીઓનો ધસારો રહેશે. ઉલ્લેખનીય છે કે દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં 17 સાંસદો અને લગભગ 104 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, જે બિન-NDA પક્ષો વચ્ચે ભારે વિભાજન દર્શાવે છે. સ્વાભાવિક છે કે તેની અસર આગામી ચૂંટણી રાજ્યોમાં જોવા મળશે.