શોધખોળ કરો
Advertisement
AAP ના 27 ધારાસભ્યો પર લટકતી તલવાર, રાષ્ટ્રપતિએ EC ને આપ્યા તપાસના આદેશ
નવી દિલ્લી: આમ આદમી પાર્ટીના 27 ધારાસભ્યોની સદસ્યતા પર લટકતી તલવાર છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજીએ 27 આપના ધારાસભ્યોની સદસ્યતા રદ કરવા માટેની અરજી ચૂંટણી આયોગને મોકલી આપી છે. રાષ્ટ્રપતિએ ચૂંટણી આયોગને આ મામલે તપાસ કરવાનું કહ્યું છે.
આમ આદમી પાર્ટીના 27 ધારાસભ્યો લાભ લેવાના પદ મામલે ફસાયા છે. આ ધરાસભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્ય હતા. આ પહેલા પણ 21 ધારાસભ્યોને લાભ લેવાના પદ માટે સંસદિય સચિવ બનાવ્યા બાદ લાભના પદનો ઉપયોગ કરવા મામલે તપાસ ચાલી રહી છે. આ 27 ધારાસભ્યોમાં સંસદિય સચિવ મામલામાં ફસાયેલા કેટલાક ધારાસભ્યો પણ સામેલ છે.
વિભોર આનંદ નામના કાયદાના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ સરકારી હોસ્પિટલમાં 27 ધારાસભ્યોને રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે કેંદ્ર સરકારની 2015ની ગાઈડ લાઈન મુજબ માત્ર સ્વાસ્થ મંત્રી, વિસ્તારના સાંસદ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને જિલ્લા અધિકારી જ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement