શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રપતિએ CM તરીકે અરવિંદ કેજરીવાલની કરી નિમણૂંક, 6 મંત્રીઓ સાથે લેશે શપથ
શપથગ્રહણ સમારોહ 16 ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાનમાં યોજાશે. કેજરીવાલ સાથે 6 ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે.
નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. ત્યારે અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણને લઈને નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેજરીવાલને દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે નિમણૂક કર્યા છે. શપથગ્રહણ સમારોહ 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
કેજરીવાલ સાથે 6 ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે. આ ધારાસભ્યોમાં મનીષ સિસોદિયા, સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહેલોત, ઇમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ સામેલ છે.
આમ આદમી પાર્ટીના નવા શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાર્ટીના વડા અરવિંદ કેડરીવાલે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે. નોંધનીય છે કે કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. 11 ફેબ્રુઆરીએ પરિણામ આવ્યા બાદ આમ આદમી પાર્ટી શપથ ગ્રહણ સમારોહની તૈયારીમાં લાગી ગઇ છે.President Ram Nath Kovind appoints Arvind Kejriwal to be Chief Minister of Delhi; Manish Sisodia, Satyender Jain, Gopal Rai, Kailash Gehlot, Imran Hussain and Rajendra Gautam to take oath as ministers. (file pic) pic.twitter.com/nTIoDuCJRt
— ANI (@ANI) February 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion