(Source: ECI/ABP News/ABP Majha)
National Sports Awards 2021: નીરજ-મિતાલીને ખેલ રત્ન, ગુજરાતની બે દીકરીઓને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવોર્ડ એનાયત
ગુજરાતની બે દીકરીઓને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવૉર્ડ એનાયત થયો હતો. રમતગમત ક્ષેત્રમાં અંકિતા રૈના અને ભાવિના પટેલે દેશભરમાં ગુજરાતના નામનો ડંકો વગાડ્યો હતો
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હી ખાતે ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ 2021થી સન્માનિત કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરા સહિત કુલ 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. મહિલા ક્રિકેટર મીતાલી રાજને પણ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયાહતા. અર્જુન પુરસ્કાર વિજેતાઓમાં મોટાભાગના પેરાલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ જીત્યા છે. ભારતીય ક્રિકેટર શિખર ધવનને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
ગુજરાતની બે દીકરીઓને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવૉર્ડ એનાયત થયો હતો. રમતગમત ક્ષેત્રમાં અંકિતા રૈના અને ભાવિના પટેલે દેશભરમાં ગુજરાતના નામનો ડંકો વગાડ્યો હતો. ત્યારે આજે આ બંને ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ટોક્યો ઓલિમ્પિક અને પેરાલ્મિપિકમાં બંને ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યુ હતું. જેમાં પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો હતો.પેરાલિમ્પિકસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો હતો તો ટોક્યો ઓલિમ્પિકમાં ટેનિસ પ્લેયર અંકિતા રૈનાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ઓલિમ્પિકમાં અંકિતા રૈના સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝા સાથે ડબલ્સ રમવા ઉતરી હતી અને 28 વર્ષીય અંકિતા રૈના ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનારી ગુજરાતની પ્રથમ મહિલા એથ્લેટ બની હતી. અંકિતા રૈનાએ વર્ષ 2018માં એશિયાઈ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
President Ram Nath Kovind confers Major Dhyan Chand Khel Ratna Award 2021 on Pramod Bhagat (para-badminton), Mithali Raj (cricket), Sunil Chhetri (football), and Manpreet Singh (hockey) in New Delhi pic.twitter.com/VvabvEtep9
— ANI (@ANI) November 13, 2021
Olympian Neeraj Chopra receives Major Dhyan Chand Khel Ratna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/eacGZNOB34
— ANI (@ANI) November 13, 2021
Boxer Lovlina Borgohain, hockey player Sreejesh PR, para shooter Avani Lekhara and para-athlete Sumit Antil receive Major Dhyan Chand Khel Ratna Award in New Delhi pic.twitter.com/zStSOrMqGe
— ANI (@ANI) November 13, 2021
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર:
નીરજ ચોપરા (એથ્લેટિક્સ), રવિ કુમાર (કુસ્તી), લવલીના બોર્ગોહેન (બોક્સિંગ), પીઆર શ્રીજેશ (હોકી), અવની લેખા (પેરા શૂટિંગ), સુમિત અંતિલ (પેરા એથ્લેટિક્સ), પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન), કૃષ્ણા નગર (પેરા બેડમિન્ટન), મનીષ નરવાલ (પેરા શૂટિંગ), મિતાલી રાજ (ક્રિકેટ), સુનીલ છેત્રી (ફૂટબોલ), મનપ્રીત સિંહ (હોકી)
President Ram Nath Kovind confers Arjuna Award 2021 on hockey players Monika & Vandana Katariya, Kabaddi player Sandeep Narwal and shooter Abhishek Verma in New Delhi pic.twitter.com/6KiJjmzcYU
— ANI (@ANI) November 13, 2021
दिल्ली: राष्ट्रपति रामनाथ कोविंद ने निषाद कुमार (पैरा एथलेटिक्स), प्रवीण कुमार (पैरा एथलेटिक्स), सुहाश यतिराज( पैरा बैडमिंटन), भावना पटेल (पैरा टेबल टेनिस) को अर्जुन पुरस्कार से सम्मानित किया। pic.twitter.com/wQbu4ERoR6
— ANI_HindiNews (@AHindinews) November 13, 2021
અર્જુન એવોર્ડ:
અરપિન્દર સિંહ (એથ્લેટિક્સ), સિમરનજીત કૌર (બોક્સિંગ), શિખર ધવન (ક્રિકેટ), CA ભવાની દેવી (ફેન્સિંગ), મોનિકા (હોકી), વંદના કટારિયા (હોકી), સંદીપ નરવાલ (કબડ્ડી), હિમાની ઉત્તમ પરબ (મલ્લખંભ), અભિષેક વર્મા (શૂટિંગ), અંકિતા રૈના (ટેનિસ), દીપક પુનિયા (કુસ્તી), દિલપ્રીત સિંહ (હોકી), હરમનપ્રીત સિંહ (હોકી), રૂપિન્દર પાલ સિંહ (હોકી), સુરેન્દ્ર કુમાર (હોકી), અમિત રોહિદાસ (હોકી), બિરેન્દ્ર લાકરા (હોકી), સુમિત (હોકી), નીલકાંત શર્મા (હોકી), હાર્દિક સિંહ (હોકી), વિવેક સાગર પ્રસાદ (હોકી), ગુરજંત સિંહ (હોકી),મનદીપ સિંહ (હોકી), શમશેર સિંહ (હોકી), લલિત કુમાર ઉપાધ્યાય (હોકી), વરુણ કુમાર (હોકી), સિમરનજીત સિંહ (હોકી), યોગેશ કથુનિયા (પેરા એથ્લેટિક્સ), નિષાદ કુમાર (પેરા એથ્લેટિક્સ), પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ), સુહાશ યથિરાજ (પેરા બેડમિન્ટન), સિંહરાજ અધના (પેરા શૂટિંગ), ભાવના પટેલ (પેરા ટેબલ ટેનિસ), હરવિન્દર સિંહ (પેરા તીરંદાજી), અને શરદ કુમાર (પેરા એથ્લેટિક્સ)
રમતગમત અને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ કોચ માટે દ્રોણાચાર્ય પુરસ્કાર 2021-
લાઈફ ટાઈમ શ્રેણી
ટી.પી. ઓસેફ (એથ્લેટિક્સ), સરકાર તલવાર (ક્રિકેટ), સરપાલ સિંહ (હોકી),આશા કુમાર (કબડ્ડી), તપન કુમાર પાણિગ્રહી (સ્વિમિંગ)
નિયમિત શ્રેણી:
રાધાકૃષ્ણન નાયર પી (એથ્લેટિક્સ), સંધ્યા ગુરુંગ (બોક્સિંગ), પ્રીતમ સિવાચ (હોકી), જય પ્રકાશ નૌટિયાલ (પેરા શૂટિંગ), સુબ્રમણ્યમ રમન (ટેબલ ટેનિસ)
રમતગમત અને સ્પર્ધામાં આજીવન સિદ્ધિ માટે ધ્યાનચંદ પુરસ્કાર 2021
લેખ કેસી (બોક્સિંગ), અભિજિત કુંટે, દવિન્દર સિંહ ગરચા (હોકી), વિકાસ કુમાર (કબડ્ડી), સજ્જન સિંહ (કુસ્તી)
રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર: માનવ રચના શૈક્ષણિક સંસ્થા અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ કોર્પોરેટ સામાજિક જવાબદારી દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે. મૌલાના અબુલ કલામ આઝાદ (MACA) ટ્રોફી: પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ.
#WATCH | Cricketer Shikhar Dhawan receives Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/X7G45x9lzn
— ANI (@ANI) November 13, 2021