Presidential Election Result 2022: PM મોદીએ દ્રૌપદી મુર્મૂના ઘરે પહોંચી રાષ્ટ્રપતિ બનવાના અભિનંદન આપ્યા, જુઓ વીડિયો
રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ મોટી જીત મેળવી છે. આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને જીત પર અભિનંદન પાઠવ્યા હતા.
Presidential Election Result 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ મોટી જીત મેળવી છે. આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને જીત પર અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.
India scripts history. At a time when 1.3 billion Indians are marking Azadi Ka Amrit Mahotsav, a daughter of India hailing from a tribal community born in a remote part of eastern India has been elected our President!
— Narendra Modi (@narendramodi) July 21, 2022
Congratulations to Smt. Droupadi Murmu Ji on this feat.
વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા મુર્મૂઃ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂનો મુકાબલો વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહા સામે હતો. મતગણતરીનાં પ્રારંભિક તબક્કામાં જ દ્રૌપદી મુર્મૂએ લીડ મેળવી લીધી હતી. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિવિધ રાજ્યોમાં ઉજવણીની તૈયારીઓ કરી લીધી છે.
#WATCH | Prime Minister Narendra Modi greets and congratulates #DroupadiMurmu on being elected as the new President of the country. BJP national president JP Nadda is also present.
— ANI (@ANI) July 21, 2022
Visuals from her residence in Delhi. pic.twitter.com/c4ENPKOWys
આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામોમાં ઉજવણીઃ
ભાજપ પાર્ટીએ આદિવાસી બહુલ ગામો અને જિલ્લાઓમાં ઉજવણીની તૈયારીઓ કરી છે. આ ચૂંટણી જીતીને મુર્મુ આદિવાસી સમુદાયમાંથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનાર પ્રથમ મહિલા બની ગયાં છે. સૂત્રોએ જણાવ્યું કે 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ પહેલાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પાર્ટીના નેતાઓ અને સીએમ સાથે બેઠક કરશે.
ત્રીજા રાઉન્ડમાં દ્રૌપદી મુર્મુને 812, યશવંત સિંહાને 521 મત મળ્યાં
ત્રીજા રાઉન્ડમાં 10 રાજ્યોના મતની ગણતરીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 812 મત મળ્યાં, જયારે સામે યશવંત સિંહાને 521 મત મળ્યા. આ સાથે ત્રીજા રાઉન્ડના અંતે દ્રૌપદી મુર્મુને 2161 અને યશવંત સિંહાને 1058 મત મળ્યા છે. આમ ત્રીજા રાઉન્ડના અંતે દ્રૌપદી મુર્મુ 50 ટકા લીડથી આગળ છે.
યશવંત સિંહાએ આપી શુભકામનાઓ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ભવ્ય જીત થઇ, તો સામે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાની હાર થઇ. યશવંત સિંહાએ પોતાની હાર સ્વીકાર કરતા ટ્વીટ કરીને દ્રૌપદી મુર્મુને શુભકામનાઓ આપી. ટ્વીટમાં તેમણે લખ્યું - “હું શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માં તેમની જીત બદલ અભિનંદન આપવા માટે મારા સાથી નાગરિકો સાથે જોડું છું. ભારતને આશા છે કે પ્રજાસત્તાકના 15મા રાષ્ટ્રપતિ તરીકે તેઓ ડર કે પક્ષપાત વિના બંધારણના રક્ષક તરીકે કામ કરશે.”